________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હિંદુઓનું સમાજરચનાશા
૧/
/૧૮ *
**
એ વિચાર કરવો પડે છે એ બાબતનું વિસ્મરણ ન થવું જોઈએ. જેવી રીતે તેને શીતોષ્ણના નિયમ લાગુ પડે છે. તેવી જ રીતે સંસ્કૃતિના ઉદયાસ્તના નિયમો પણ તેને લાગુ પડે છે. પહેલાંની જાતિ, ઉપજાતિ, અગર સંસ્કૃતિ જે કારણોથી પૃથ્વી પરથી નષ્ટ થઈ, તે કારણે ફરી કઈ જાતિ, ઉપજાતિ અગર સંસ્કૃતિમાં ઉત્પન્ન થશે તે તે પણ નષ્ટ થશે. ભૌતિક દષ્ટિએ વિચાર કરીશું તે દરેક પ્રાણી જીવન માટે અન્ન, વંશરક્ષણ માટે સ્ત્રી, અને પિતાના સમકાલીનોમાં વિજયી થવા માટે સ્પર્ધા આ ત્રણ ગુણોથી કાર્યપ્રવૃત્ત થાય છે. વિચારપ્રણીત જગતમાં આ ત્રણ પ્રક્રિયાઓ નૈતિક કારણે માટે સાત્વિક રાજસ્ તામસ મનાય છે. ભગવદ્દગીતાકાર આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આવીજ ત્રિવિધ વિભાગણી કરે છે.
'न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्यं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्तिभिर्गुणैः ॥' નથી તે પૃથ્વીમાં કાંઈ, સ્વર્ગમાં દેવમાંય વા, ત્રણે પ્રકૃતિ જમ્યા આ ગુણોથી મુક્ત હોય છે.
ભ. ગી. અ. ૧૮, લેક ૪૦ અન્ન બધા પ્રાણુઓ ખાય છે, પરંતુ શરીરરક્ષણ માટે અન્ન ખાનારે અને ખાવા મળે છે તેથી રૂચિને ગુલામ બની અન્ન ખાનારે, બંને અન્ન ખાય છે, એટલા સમાન ધર્મથી સમાન થતા નથી. મનુષ્ય સર્વ સૃષ્ટિમાં–સર્વ છવજાતિઓમાં–સમાન ગુણોને કે વિવક્ષિત રીતે ઉપયોગ કરે છે, એમાંજ ખરું કૌશલ્ય છે. આજે સુધારણાના જાહેર પત્રકે લઈ ચારે ખંડમાં વેંચનારે પાશ્ચાત્ય કંઈ તામસિક પશુ સ્થિતિમાંથી વધારે ઉપર આવ્યો નથી. તેની દરેક ચિંતા માનવનું હલકામાં હલકું, પશુ સૃષ્ટિ સમાન એય જે અન મેળવવું તેના વિશેજ હોય છે, અને આ સર્વ શોધખોળની પ્રવૃત્તિ પણ તેજ દિશામાં છે. એની દરેક ચિંતા પિતાને કાજો માલ
For Private and Personal Use Only