________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિનું અલૌકિક સ્વરૂપ
શક્ય નથી. આ વાત શાસ્ત્રોનું અભિમાન લેનારાઓએ ભૂલવી જોઈએ નહિ. જે લેકે માત્ર વિચારકૃત જગતના નિયમો પર સમાજની રચના કરશે અથવા તે માત્ર ભૌતિકશાસ્ત્રોથી જ્ઞાત થએલાં જગત પર સમાજની રચના કરશે, એ બંને રચનાઓ વિનાશ જ પામવાની ! ખરું જોતાં, શાસ્ત્રીય જગત અને અધ્યાત્મિક જગત એ બંનેના યોગ્ય પ્રમાણથી જ સમાજરચના ઉત્પન્ન થવી જોઈએ. અમને પણ શાસ્ત્રનું અભિમાન છે, પરંતુ શાસ્ત્રો જ્યારે પિતાના અધિકારનું અતિક્રમણ કરતા હોય છે ત્યારે તેમને મુલાજો રાખવાની જરૂર નથી. શાસ્ત્રો ચાલતાં તે પોતાના અધિકારનું અતિક્રમણ કરતાં નથી, પરંતુ શાસ્ત્રો માત્ર તેમના આધાર પર ગમે તેવાં અસિદ્ધ અનુમાનો ( Unwarranted inferences) કાઢે છે! ( શાસ્ત્રો કહે છે કે મનુષ્યની નૈતિક, બૌદ્ધિક, અધ્યાત્મિક વગેરે સર્વ પ્રકારની હીલચાલનું નિયંત્રણ કરવાનો અને તેમનું સમાધાન કરવાનો અધિકાર અમારે છે, તેમાંથી વાસનાનું સમાધાન કરવાની શાસ્ત્રોની કેટલી મગદૂર છે એ અમે બતાવ્યું જ છે. અહીં જરા વિસ્તારથી બતાવીશું. અમારા કહેવાનો અર્થ એ છે કે સમાજ પર નિયંત્રણ કે અધિકાર ચલાવનારી શકિતને સમાજમાં બહુ સંખ્યાંક વર્ગ પર કાબુ હોવો જોઈએ; અને એમ હશે તે જ ત્યાં સંઘશક્તિ ઉત્પન્ન થશે, માત્ર વ્યવહારિક નહિ પણ બૌદ્ધિક અને તે દ્વારા માનસિક અને અધ્યાત્મિક ક્ષેત્રોમાં પણ માનવી મનનું સમાધાન કરવાનું કાર્ય અમુક મર્યાદા સુધી શાસ્ત્રોનું છે એમાં શંકા નથી. મનુષ્યના અંતઃકરણમાં ભાવાવેશે ઉત્પન્ન થાય છે, મનુષ્ય મનુષ્યમાં એકમત થવાને બદલે મતભિન્નતા ઉભી થાય છે. જ્યારે એક જ વસ્તુ વિશે બે મતે ઉપસ્થિત થવા લાગે ત્યારે મનુષ્ય કાર્યકારણની પરંપરા શોધવાની પાછળ લાગે છે. જે બાબતો પ્રથમ ગૂઢ અને રહસ્યમય હતી તે હવે ધીમે ધીમે સ્પષ્ટ થતી જાય છે. આ શોધના પરિણામરૂપે સૃષ્ટિના નવાં નવાં રહસ્ય ઉકેલાતાં જાય છે. આવી રીતે
For Private and Personal Use Only