________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિનું અલૌકિક સ્વરૂપ
A
140
આ ઉપરથી શાસ્ત્રોનો સમાજ રક્ષણની બાબતમાં બેલવાનો કેટલો અધિકાર છે તેનો વિચાર કરીએ. ભૌતિકશાસ્ત્રોની મદદ તો જરૂર લેવી જોઈએ, પણ તે જ્યાં એમનાં સિદ્ધાંત અધ્યાત્મશાસ્ત્રો સાથે અગર ધર્મશાસ્ત્રો સાથે વિરૂદ્ધ ન હોય તે, નહિ તે નહિ. શાસ્ત્રોએ ધાર્મિક તત્ત્વજ્ઞાનની કસોટી કરવાની નથી, પણ ધાર્મિક તત્ત્વજ્ઞાન જ શાસ્ત્રીય સિદ્ધાંતની કસોટીરૂપ થવું જોઈએ. તેનાં કારણો અમે આગળ આપવાના છીએ. તાત્વિક દૃષ્ટિએ ભૌતિકશાસ્ત્રોનો વિચાર કરીશું તે તે સ્થલકાલની મર્યાદા સિવાય સંભવી શક્તાં નથી. ભૌતિકશાસ્ત્રમાં તે સ્થલ (Space ) ને કાલ (Time) અને વજનને (mass) વિશ્વના આદ્ય માપન માનેલાં હોય છે. આ વિચારપ્રણાલિ બર્કલેના તત્વજ્ઞાનને અનુસરનારી છે. ન્યુટનના ગુરૂત્વાકર્ષણાદિ તત્ત્વજ્ઞાનથી આ પ્રણાલિને ઘણું જ પિષણ મળ્યું છે. પરંતુ અમે ઉપર બતાવ્યા પ્રમાણે મનુષ્યની વિચારસૃષ્ટિમાંનું જગત આ ત્રણે માપનનાં ક્ષેત્રમાં આવી શકતું નથી, એ બાબત આઈન્સ્ટાઈન જેવા તત્વોએ પણ માન્ય કરી છે. શાસ્ત્રોએ–એટલે ભૌતિકશાસ્ત્રાએ માનવપર જે ઉપકાર કર્યા છે, તેની ચર્ચા અમે આગળ કરી છે. અને તે ઉપકાર અમને સર્વથા માન્ય છે. પરંતુ પોતાનું વસ્તુવિચારનું ક્ષેત્ર ( facts) છોડી વિચારસૃષ્ટિના ક્ષેત્રમાં (values) શા માટે માથું મારવું એજ અમને સમજાતું નથી. નીતિ વસ્તુવિચારના ક્ષેત્રમાં આવતી નથી પણ વિચારપ્રણીત જગતમાં તેનું સ્થાન છે. તેથી ભૌતિકશાસ્ત્રો જ્યારે નૈતિક બાબતે વિષે બોલવાનો અધિકાર બતાવે છે ત્યારે તેમના અધિકાર વિષે જરા ઉંડે વિચાર કરવાની આવશ્યક્તા જણાય છે. વળી બીજી બાબત એ કે શાસ્ત્રોને કોઈ પણ વસ્તુનું કારણ સમજાતું નથી. આ શાસ્ત્રો તે શોધવાની ભાંજગડમાં પણ પડતાં નથી. શાસ્ત્રોનું મુખ્ય મૂલતત્ત્વ એ કે અનુભવનું ત્રિકાલાબાધિત સહઅસ્તિત્વ (Co-existence) સિદ્ધ કરવું એટલું જ છે. અમુક એક વસ્તુ નજરે આવતાં તે સ્થિતિનું
For Private and Personal Use Only