________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
શિવાજી મહારાજનો વિચાર એ ઔરંગઝેબના વિચાર કરતાં ભિન્ન હોવો જોઈએ. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે આ વ્યક્તિઓનો વિચાર કરતી વખતે એ વ્યક્તિઓનું વ્યક્તિત્વ તે રહેવું જ જોઈએ. કોઈ કહેશે કે આ વ્યક્તિ સત્ય નથી, મનની ઉત્પન્ન કરેલી એક કલ્પના છે. હશે, પરંતુ તે કલ્પના કઈ પણ વ્યક્તિના મનમાં હેવી જોઈએ અને તે વ્યક્તિ પોતાના મનમાં પહેલાંથી જ રહેલી બાબતનો વિચાર કરે છે, એવું વિચિત્ર પુરવાર થશે તે પછી એ વ્યક્તિના મનમાં રહેલું એતિહાસિક વિભૂતિઓ વિષેનું જ્ઞાન બીજાના મનને કેમ થશે? ઐતિહાસિક પુણ્ય એ વ્યક્તિના મનની કલ્પના માત્ર છે એવું ઠેરવા લાગે તે આ બધા મને નષ્ટ થયા પછી તે વ્યકિતઓ ભૂતકાળમાં થએલી જ ન હતી એમ કહેવું પડશે, કહેવાનો સારાંશ એટલે જ કે પ્રત્યક્ષ સુષ્ટિ અને વિચારની સૃષ્ટિ-એ બંનેનાં ક્ષેત્રો ભિન્ન છે.
આ વિચાર-સૃષ્ટિમાં જ, સાધુત્વ, સૌન્દર્ય અને સત્ય વગેરે નીતિશાસ્ત્રની આધારભૂત કલ્પનાઓનો ઉદય થાય છે. આ સાધુવ, સૌન્દર્ય અને સત્ય એ કલ્પનાનું જ્ઞાન આપણને પૂર્ણ રીતે થતું નથી, કારણ કે તે મૂલ્યો આપણને પ્રત્યક્ષ (Sense data ) રીતે ભૌતિક સૃષ્ટિના આધારે જ ગોચર થવાનાં હોય છે. ભૌતિક શાસ્ત્રો મનુષ્યના સર્વ જીવનની વ્યવસ્થા કરી શકશે એમ કહેવું એટલે સર્વ વિચારસૃષ્ટિ નષ્ટ કરી નાખવા બરાબર છે, પરંતુ આજ પ્રત્યક્ષપ્રમાણુ વિશિષ્ટ ભૌતિકશાસ્ત્રથી લેકે એટલા બધા લેવાઈ ગયા છે કે તે શક્તિને ઉપયોગ કરવાથી માનવસમાજને નાશ થતો હોય તે પણ તે નાશ સહન કરવા આધુનિક લેકગણ તૈયાર છે. બટ્રેન્ડ રસેલ કહે છે કે “તેથી જ અમે કહીએ છીએ કે ભૌતિકશાસ્ત્રની વૃદ્ધિ એ માનવી સંસ્કૃતિની ઘોર ખોદશે, એવી અમને સાધાર બીક લાગે છે.” .
“ That is why Science threatens to cause the destru. ction of our Civilisation.'
( Scie.ico and future by Bertrand Russel, Page 63)
For Private and Personal Use Only