________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
ન્યાય પ્રમાણે જે વસ્તુ આપણે આજ કરીએ છીએ તે જ વસ્તુ આપણાથી નીચેના વર્ગો તરતજ કરવા લાગશે. આજ હિંદુસમાજમાં દૃષ્ટિપાત કરીશું તે દરેક ઠેકાણે પોતાના મતાભિમાન પૂર્વક સમાજરક્ષણ કરવાની ભાષા સંભળાય છે, તે શા માટે ? સમાજરક્ષણ એટલે શું? તે કયા માર્ગોથી થાય છે? અને તે માર્ગનું અવલંબન કેમ કરવું વગેરે પ્રશ્નોને ઉલ્લેખ કે સ્પષ્ટીકરણ કાઈ જગાએ કરવામાં આવતાં નથી. કહેવાને ભાવાર્થ એટલા કે સમાજરક્ષણ એ ધ્યેય મનુષ્યને નીતિયુક્ત બનાવવામાં આધારભૂત થઇ શકતું નથી.
કેટલાકનું કહેવું એમ છે કે માનવીસમાજનું, માનવીવિતનું અને માનવીસંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે મનુષ્યની નૈતિક, બૌદ્ધિક અધ્યાત્મિક આકાંક્ષાઓનુ` નિયંત્રણ કરી તેને શ્રેષ્ઠ પીએ પહેાંચાડવાનું સામર્થ્ય આજ અપર'પાર વૃદ્ધિંગત થએલાં પ્રત્યક્ષ શાસ્ત્રામાં છે. આ લાકમ–આ દંતકથાના એટલા ફેલાવ થયા છે કે તે કલ્પનાને વિચાર કરી તેમાં રહેલા હેત્વાભાસ (fallacy) બતાવવા સિવાય કાઇ પણ સમાજ આ ભયંકર કલ્પનાના સપાટામાંથી મૂક્ત થઈ શકશે નહિ. આ સિદ્ધાંતમાં અનેક બાબતા ગૃહીત માની લીધેલી છે. કારણ કે, તેના સાંગાપાંગ વિચાર કરવા અહીં શકય નથી, તે માટે તે તત્ત્વજ્ઞાન પર એક જુદા ગ્રંથ જ લખવા પડે. તાપિ તેનાં ગૃહીત કૃત્યા ટુંકમાં આ પ્રમાણે છે :
૧. આજ શાસ્ત્ર નામથી પ્રસિદ્ધિ પામેલાં જ્ઞાન સમુચ્ચયને સૃષ્ટિનું જ્ઞાન થયું છે.
૨. તેમણે સૃષ્ટિનુદારેલું ચિત્ર યથાતથ્ય છે. તેથી તેમને આ સૃષ્ટિમાંની દરેક સ્થિતિને હિતકર મા બતાવવાના અધિકાર છે. હવે તે અધિકાર છે કે નહિ એ જોવા માટે પ્રથમ જ્ઞાનને વિષય જ કર્યાં સ્વરૂપના છે એ ટુકમાં જોઇએ.
For Private and Personal Use Only