________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિન પાયો
૮૫ કહેવાય છે. તેવી જ રીતે આજ રશિયામાં બનતા સર્વ પ્રકારો માનવપ્રાણીના હિત માટે છે એવો પણ ભાસ કરાવવામાં આવે છે, પરંતુ એ બધાના મૂળમાં કેટલો જબરદરત મત્સર છે એ બાબત કોઈના પણ ખ્યાલમાં આવતી નથી. દ્રવ્ય એજ ઈશ્વર, અર્થપ્રાપ્તિ એજ નીતિ. દ્રવ્યમાં જગતની સર્વ વસ્તુઓનો અંતર્ભાવ થાય છે, એવી નીતિ જ્યારે સમાજમાં ફેલાય છે, ત્યારે તેને વિરોધ સમાજના માત્ર બેજ વર્ગો કરે છે. તેમાનો એક વર્ગ પરલેકને મહત્ત્વ આપી ઈહલોકની આર્થિક સ્પર્ધાથી થતાં ખરાબ પરિણામે ઓછાં કરનારો ધર્માધિકારીઓને વર્ગ છે; તેમને નૈતિક મૂલ્યમાં દ્રવ્યસાધનને ઘણુંજ નીચું સ્થાન આપ્યું હોય છે. કારણ, કે તેમને અભિપ્રાય એ છે કે દ્રવ્યોપાર્જનની પ્રવૃત્તિ માનવમાં નૈસર્ગિક છે અને એજ ચેય સર્વમાં રાખવામાં આવે તે માનવી મનની જે અધોગતિ થાય તેમાંથી તેનું રક્ષણ કરવા માટે આવાં તત્ત્વોની જરૂર હોય છે. બીજે વર્ગ કીર્તિપ્રિય ક્ષત્રિય છે; એ પણ ધનને શ્રેષ્ઠ નથી માનતો. આવી રીતે દ્રવ્યને નૈતિક મૂલ્યમાં ઉંચું સ્થાન આપવા માટે વિરોધ કરનારા જે બે વર્ગો તેમને જ કાન્સની રાજ્યક્રાંતિએ નષ્ટ કરી નાખ્યા અને જગતમાં પ્રથમ જ દ્રવ્યને અત્યંત મહત્વનું સ્થાન મળ્યું ! પછી આ મત્સરયુક્ત પ્રવૃત્તિમાંથી અને દ્રવ્યની અમર્યાદિત લાલસામાંથી રાજસત્તાના અનેક નમુનાઓ યુરોપમાં ઉત્પન્ન થવા લાગ્યા. આ બધા હલકા લેકેએ શ્રેષ્ઠોને મત્સર કર્યાનાં ઉદાહરણ છે!
હિંદુસ્તાનમાં પણ આજે શું ચાલી રહ્યું છે? કૅન્સેસ સ્થાપન થવા પહેલાં શું સમાજનું રક્ષણ થતું ન હતું ? સમાજ રક્ષણ એજ
ધ્યેય જે માનવનું નિયંત્રણ કરવા પુરતું હેત તો હિંદુસ્તાનમાં કોંગ્રેસની બેઠક થવાનું કારણ જ ન હતું ! પરંતુ નોકરશાહીની સત્તા ઓછી કરવાના હેતુથી કોંગ્રેસ ઉત્પન્ન થઈ અને તેણે દેશભક્તિ એ તત્વનો આશ્રય કર્યો. પરંતુ તે સંસ્થા કાઢનારા લોકોના ધ્યાનમાં આવ્યું નહિ કે, “વચતિ એક સરવેરાના” એ
For Private and Personal Use Only