________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સારું” એ માનવવંશને નક્કી હિતકારક છે એમ કહી શકાશે નહિ. સૃષ્ટિ સાથે સંબંધ છે આવે તેમ સારું એ કલ્પનાથી મનુષ્ય ખાવા પીવાની બાબતમાં પણ નિસર્ગ છોડી કૃત્રિમતા તરફ પ્રવૃત્ત થતું જાય છે; પરંતુ તેથી માનવવંશની ઉન્નતિ થશે એમ કહી શકાશે નહિ ! ડૉ. જે. બી. હેક્રેફટ કહે છે કે, “ સર્વ પ્રકારના રૂક્ષ પરંતુ મનુષ્યને હિતકારક એવાં નૈસર્ગિક ખાઘો અને શીતષ્ણને માનવીપિંડ સાથે પ્રત્યક્ષ સંનિકર્ષ માનવી પિડેને સુદઢ કરે છે.” આજની પ્રવૃત્તિ તે આ હિતકારક પરિસ્થિતિમાંથી માણસને વિમુખ કરી તેને સર્વથા યંત્ર પર આધાર રાખનારું પ્રાણું બનાવવા તરફ દેખાય છે. તેથી પ્રત્યક્ષ શ્રમ જરૂર ઓછો પડશે, પરંતુ સમાજમાં શ્રમ વિભાગનું તત્ત્વ કંઈ નષ્ટ પામશે નહિ. મોટર ગાડી હશે તે મોટરગાડી હાંકનારો અને મોટરગાડીમાં બેસનારે એ બે વર્ગો ઉત્પન્ન થવાના જ. એટલે એકશ્રમની ખરીદી કરનાર અને બીજો શ્રમ વેંચનાર; એ બે સ્થિતિઓ સમાજમાં રહેવાની જ. હવે ઘણી વખતે સમાજમાં એવું પણ બને છે કે વ્યક્તિઓને શ્રમ ઓછા વેતને અથવા નિર્વતને, ઉદ્યોગમાં ખર્ચ કરવા પડે છે. કોઈ બુદ્ધિમાન કાર્ય કરનારને શાસ્ત્રશુદ્ધ, (Pure) અગર ઉપયુકત ( applied) કાવ્ય, તત્વજ્ઞાન, વાડમય, કલાકૌશલ્ય વગેરેની વૃદ્ધિ-પ્રગતિ કરવી હશે તો તેને ઉપજીવિકા માટેનાં સાધન જરૂર જોઈએ તેટલાં જ વધારે શ્રમ ન કરતાં મળવાં જોઈએ. માનવી જીવન તે એવું છે કે,
हिंसाशून्यमयत्नलभ्यमशनं धात्रा मरुत्कल्पितं । घ्यालानां पशवस्तृणांकुरभुजः सृष्टाः स्थलीशायिनः ॥ संसारार्णवलंघनक्षमधियां वृत्तिः कृता सा नृणां ।
यामन्वेषयतां प्रयान्ति सततं सर्वे समाप्ति गुणाः ॥ સંસારસાગરમાંથી તરી જવા માટે બુદ્ધિ છે એવા માનવની જીવન
૧ ભી હરી
For Private and Personal Use Only