________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
'ते पश्यन्तु तथैव संप्रति जना नंदं मया सान्वयं । . सिंहेनेव गजेन्द्रमद्रिशिखरातू सिंहासनात्पातितं ।'
જેમ કોઈક સિંહ એકાદ મહાન હાથીને પર્વતની કરાડ પરથી ખેંચી પાડે તેમ પાટલીપુત્રના લેકે મને પણ, સગાસંબંધીઓ સહિત નંદોને સિંહાસન પરથી ખેંચી પાડતે જુએ.
આવા તીવ્ર દ્વેષના પરિણામે ઉલટો જગતને અર્થશાસ્ત્ર પર એક અદ્વિતીય ગ્રંથ પ્રાપ્ત થયો. કૈકેયીના સપત્નીભાવને લીધે જ જગતને રામરાવણ યુદ્ધ અને તેને લીધે રામાયણ કાવ્ય પ્રાપ્ત થયું. ઈંગ્લાંડને રાજા આઠમો હેરી અને જર્મન પાદરી માટન લ્યુથર, એ બંનેને સ્ત્રીઓ પર પ્રેમભાવ થવાથી જ યુરોપને પ્રોટેસ્ટન્ટ ધર્મ પ્રાપ્ત થયો. આવા તે અસંખ્ય દાખલાઓ બતાવી શકાશે. નીતિશાસ્ત્રમાં જેને નિશ્ચિત રીતે ખરાબ પ્રવૃત્તિ કહી શકાશે તેવી પ્રવૃત્તિઓ જ જગતને અત્યંત ઉપકારક નિવડી છે, ત્યારે પ્રવૃત્તિઓને અનિષ્ટ શા માટે કહેવી છે જેને પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે, એવી પ્રવૃત્તિઓએ વ્યક્તિનું કે સમાજનું હિત કર્યું છે અને તેમનાથી થતું જ રહેશે એમ ઈતિહાસ પર દ્રષ્ટિપાત કરી નિશ્ચિત રીતે કહી શકાશે ખરું? રાજપુત રાજાઓનું મુસલમાન સાથેનું વર્તન અને તદ્વિરૂદ્ધ મુસલમાનેએ તેમની સાથે કરેલા ઝગડાઓ એ બંનેમાંથી નૈતિક દૃષ્ટિએ કેનું વર્તન શ્રેષ્ઠ તે એક નાનું બાળક પણ કહી શકશે. આવી રીતે જોતાં જેને સમ્પ્રવૃત્તિ કહેવામાં આવે છે તેનું વ્યકિતગત કે સામાજિક ફલ મળશે જ એવું નથી; અને જેને કુપ્રવૃત્તિ કહેવામાં આવે છે તેનું વ્યક્તિગત અગર સામાજિક ફલ ખરાબ જ આવશે એમ પણ નથી. તેથી સત્ અસત, ગાાં અગ્રાહ્ય, ઇષ્ટ અનિષ્ટ-એ ઢંઢોમાં
૧ મુદ્રાક્ષસ-વિશાખદત્ત ૨
–કુમારદાસ 3 Anuels and antiquities of Rajasthan-Col. Janes Todd,
For Private and Personal Use Only