________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિને પાયે પ્રતીત થનારી કદનાએ તેના ફલ પરથી નક્કી કરી હેય. એમ લાગતું નથી. તેથી અમે કહીએ છીએ કે આધાત્મિક તત્ત્વના પગથાર ૫ થી નીચે ઉતર્યા કે નીતિને સ્વર્ગ અગર પૃથ્વી કોઈનું પણ અધિષ્ઠાન રહેતું નથી. વળી કોઈ પણ નૈતિક પદ્ધતિથી કરેલી આજ્ઞાઓ જે તે પદ્ધતિના અનુયાયીઓ ન માને તે તે અનાધ્યાત્મિક, અનીશ્વર નૈતિક પદ્ધતિ તે વ્યકિતઓનું નિયંત્રણ ક્યા માર્ગે કરશે ? અધ્યાત્મિક પદ્ધતિમાં વ્યક્તિના પિતાના હિતાહિતને વિચાર કર્યો છે, તેથી લેબી કે અહંકારી મનુષ્ય પર તેની છાપ જલદી બેસે છે. આધ્યાત્મ વિરહિત નીતિશાસ્ત્ર એટલે માનવીગુણોનાં સુષ્ટિ પર થનારાં પરિણામે અને તે પરિણામે નૈતિક મનાએલા વર્તનથી અમુક એક રીતનાં થશે એ કહેવું તે અશકય છે ! આવા પ્રકારનું નીતિશાસ્ત્ર માનવી નીતિ અનીતિ નક્કી કરવાનો અમારે જ અધિકાર છે એમ કહેશે પણ તેમને તે અધિકાર કોઈ પણ માન્ય નહિ કરે; તેથી માનવે પિતાથી બહાર એવી કોઈ પણ શકિત આગળ માથું નમાવવું જોઈએ. એવાં નીતિશાસ્ત્રનાં આદ્યતત્વનું જ પરિપાલન થઈ શકશે નહિ. એડમંડ બર્ક કહે છે કે, “સમાજને પહેલો નિયમ એ છે કે મનુષ્યના વર્તનનું હિતાહિતત્ત્વ તેણે પિતે નક્કી કરવું ન જોઈએ.” “પાલન કરવાના નૈતિક નિયમ” એ શબ્દો ઉચ્ચાર કરવાની સાથે જ તે ઉચ્ચાર કરનારી વ્યકિત પિતાની તાત્કાલિક વાસના, ભાવના, કલ્પના વગેરે સૌ કરતાં શ્રેષ્ઠ એવી કાઈક બાહ્ય શકિત છે એ બાબતને સ્વીકાર કરી લે છે. માત્ર દરેક વ્યકિતને, “ અમે માનીએ તે જ શક્તિ” સર્વથી શ્રેષ્ઠ માને એ આગ્રહ હોય છે. નહિ તે તાત્કાલિક ભાવનાઓને શા માટે સંયમ કરે તેનું બુદ્ધિગમ્ય કારણ કહેવું અશકય છે.
કઈ પણ નૈતિક પદ્ધતિ લે, તે પદ્ધતિના મૂળમાં જ આ અસ્તિત્વ દેખાશે, પછી કોઈ વ્યક્તિ ધર્મના નામથી આજ્ઞા કરશે, કઈ રાજકારણના નામથી કરશે, કેઈ નીતિના નામથી કરશે, તે
For Private and Personal Use Only