________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૨ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સંવત ચર વિગેરે પ્રથી જણાય છે કે આ બધાં કાર્યોમાં ત્રણ વર્ષો વીતી ગયા. મને પણ આ વાત સાચી અને સંભવિત લાગે છે. એટલે વિ. સં. ૧૧૯૬ ના છેલ્લા ભાગમાં આ વ્યાકરણનું રીતસર અધ્યયન અધ્યાપન ચાલ્યું હશે, અને આને પ્રચાર રાજદ્વારા દેશ વિદેશમાં થયે હશે. જો કે કમનસીબે સિદ્ધરાજના રાજકાળમાં ત્રણ જ વર્ષ આના પ્રચાર માટે અવશિષ્ટ રહ્યા, પણ તેના ઉત્તરાધિકારી કુમારપાલ રાજા પણ દેશ-વિદ્યા અને હેમચન્દ્રાચાર્યને પરમ ભક્ત હોવાથી સિદ્ધરાજ જયસિંહ પછી તેને રાજ્યમાં પણ આને પ્રચાર અટક નહિ.
હેમબહાન્યાસની રચના કયારે થઇ? પહેલાં હેમચન્દ્રાચાર્યે વ્યાકરણના મૂળ અંગે બનાવી રાજાને આપ્યાં. પિતાના વ્યાકરણને જગતમાં સારો પ્રચાર અને આદર જાણી હેમાચાર્યને તે ઉપર બીજા વધુ સાધન તૈયાર કરી ગૂજરાત અને પિતાની કીતિ ફેલાવવાની તમન્ના જાગી, તેથી પોતાની બ્રહવૃત્તિ કે જેનું પરિમાણ ૧૮૦૦૦ શ્લોકનું કહેવાય છે, તેના પ્રત્યેક શબ્દ ઉપર લંબાણથી તેમણે ટીકા બનાવી. આનું જ નામ બન્યાસ છે.
આ ન્યાયને છેડે ભાગ (પહેલા પાના ૩૮ સુત્રો. ૧-૧-૩૮ જેટલે પં. ભગવાનદાસ સંપાદિત) બહાર પડ્યો છે, તે જોતાં બાકરણશાસ્ત્રની દૃષ્ટિએ તે અતિ મહત્ત્વને જણાય છે. મૂળસૂત્ર અને બહદ્ઘત્તિની દરેક બાબતને આમાં ઘણું ઉડાણથી અને વિસ્તારથી વિચાર કર્યો છે. શાસ્ત્રાર્થ અને તેના ખુલાસા પણ કર્યા છે. અનેક
૧. સિદ્ધરાજને વિ. સં. ૧૧૯૯ માં સ્વર્ગવાસ થયો. કુમારપાળને રાજ્યકાળ ૧૧૯૯ થી ૧૨૩૦ વિક્રમ સંવત સુધીનો છે.
For Private and Personal Use Only