________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
કર૦
અણહિલપુર-પાટણને ભૂતકાળ ગુજરાત ઉપરાંત બીજા દેશો સુધી પહોંચી ગયો હતે. પાટણે સાહિત્યક્ષેત્રમાં હેમયુગમાં આશ્ચર્યકારક પ્રગતિ સાધી છે. સંસ્કૃત પ્રાકૃત દવાનો ઉલ્લેખથી જણાય છે કે તે કાળે ન્યાય, વ્યાકરણ, કાવ્ય,
અલંકાર, નાટક, સંગીતકલા, વિજ્ઞાન, અધ્યાત્મ વિગેરે વિષયના જગત વિખ્યાત પ્રકાંડ પંડિતે પાટણમાં વસતા હતા. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ રાજા વિદ્યાના પ્રેમી અને ઉત્તેજક હતા. તેમણે વિક્રમની જેમ એક પંડિત પરિષદ સ્થાપી હતી, જે અનેક શાસ્ત્રીય વિષેની ચર્ચા કરતી, સમાધાન અને વાદવિવાદ કરતી. બીજા દેશથી દિગવિજય કરવા આવેલા પંડિતો સાથે શાસ્ત્રાર્થો કરી ગુજરાતની કીર્તિને અખંડિત રાખતી તથા તેમાં વધારે કરતી. આચાર્ય હેમચંદ્રસૂરિ કે જેમની સર્વમુખી પ્રતિભા અને સંયમશક્તિની અસર તે વખતના તમામ ક્ષેત્રો ઉપર પડી છે તેઓએ વધુ જિન્દગી પાટણમાં ગાળી છે.
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ પણ સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાથી આ પાટણમાં જ બન્યું છે કે જે સાતે ભાષાઓનું સરલ અને સંપૂર્ણ વ્યાકરણ છે. ગુજરાતની કીર્તિને ટકાવનારું આના જેવું એકે વ્યાકરણ અત્યાર લગી બન્યું નથી. વ્યાકરણ ઉપરાંત બીજા વિષયના પણ લાખ શ્લેક હેમાચાર્યો પાટણમાં જ લગm બનાવ્યા હોય એમ લાગે છે. હેમાચાર્ય ઉપરાન્ત શ્રી રામચંદ્રસૂરિ, ગુણચંદ્ર, અમરચંદ્રસૂરિ, વાગભટ શ્રીપાલ, યશપાલ, વિજયપાલ, સમપ્રભાચાર્ય, સેમેશ્વર, બિલ્પણ, સુભટ, ગણપતિવ્યાસ, ભાલણ વિગેરે સંખ્યાબંધ વિદ્વાન કવિઓએ
૧ આ હેમ વ્યાકરણને સાત પરિશિષ્ટ ટિપ્પણ અને પ્રસ્તાવના સાથે નવી પદ્ધતિએ મેં તૈયાર કર્યું છે, જે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદથી બહાર પડયું છે. એને રચનાકાળ વિ. સં. ૧૧૯૩ છે જુઓ તે માટે બુદ્ધિપ્રકાશમાં મારો લેખ.
For Private and Personal Use Only