________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બાવનમે.
૭૧૯
ગર્ભવતીનું દેહદ. मासे तृतीये सम्प्राप्ते दोहदं भवति स्त्रियः।
यद्यात्कामयते सा च तत्तहद्याद्भिषग्वरः॥ ગર્ભવતી સ્ત્રીઓને ત્રીજે મહિને નાના પ્રકારના ભાવ થઈ આવે છે તેને દોહદ કહે છે. ડાહ્યા વૈધે તે વખતે ગર્ભવતી જે જે ઈચ્છા કરે તે તે પદાર્થ તેને આપવાની આજ્ઞા કરવી.
ગર્ભવતીનું પથ્યાપથ્ય, वर्जयेहिदलान्नानि विदाहीनि गुरूणि च । अम्लानि सोष्णक्षाराणि गुर्विणीनां विवर्जयेत् ॥ मृत्तिका भक्षणीया न न च सूरणकन्दकाः। रसोनश्च पलाण्डुश्च संत्यक्तो गुर्विणीस्त्रिया ॥ मधुराणि प्रदेयानि गौल्यानि सरसानि च । पथ्ये हितानि चैतानि गुर्विणीनां सदा भिषक् । व्यायाम मैथुनं रोषं शोषं चंक्रमणं तथा । वर्जयेद गुर्विणीनां च जायन्ते सुखसम्पदः ॥ ગર્ભવતી સ્ત્રીએ કઠોળ ખાવું નહિ, દાહ કરે એવાં તથા ભારે અન્ન ખાવાં નહિ, ખાટા પદાર્થો, ગરમ પદાર્થો, ક્ષાર, એ સર્વે ગર્ભવતીએ ત્યાગ કરવાં. ગર્ભવતીએ ભાટી ખાવી નહિ, સૂરણકંદ ખાતે નહિ, લસણ ખાવું નહિ. ડુંગવી ખાવી નહિ, એ સર્વે ગર્ભવતીએ તજવાં. ગર્ભવતી સ્ત્રીને મધુર, ગૌલ નામે મધ,અને રસવાળા (મધુર) પદાર્થો આપવા, કેમકે હે વૈદ્ય! એ પદાર્થ ગર્ભવતીને સદા પથ્ય અને હિતકારક છે. ગર્ભવતીએ કસરત કરવી નહિ, મૈથુન કરવું નહિ, રીસ કરવી નહિ, પાણીને શેષ વેઠ નહિ, પગે ચાલીને મુસાફરી કરવી નહિ, એ સર્વે વાનાં ગર્ભવતીએ તજવાં તેથી તેને સુખરૂપી સંપત્તિ મળે છે.
ગર્ભવતીનું મંગળકર્મ. अथोपपन्नं विहितमपि स्वकीयाचारेण पंचमासिकमष्टमासकं वा । ब्राह्मणमङ्गलादिभिर्गोत्रभोजनमपि कर्त्तव्यम् । दोहदादिषु परिपूर्णेषु रूपवान शूरः पण्डितः शीलवान पुत्रो जायते।
For Private and Personal Use Only