________________
Shri Mahavir Jain Aradhana Kendra
Gor
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
લાહીથી થયેલા દ્વંતરોગના ઉપાય
रक्तजे च विकारे च घर्षो लवणसर्षपैः ।
रक्तं च स्रावयेत् तस्य भित्वा चोष्ठपुटं च तत् ॥
લોહીથી થયેલા દંતરાગમાં મીઠું અને સરસવ વાટીને તેવડે દાંત ઘસવા, તથા તેનાં અવાળાં ફાડીને તેમાંથી લોહી કાઢી નાખવું. કૃમિથી થયેલા દંતરોગના ઉપાય.
विडङ्गं हिङ्गु सिन्धुं च वचाचूर्णेन घर्षयेत् । क्रिमिजदन्तरोगेषु हितमेतत् प्रशस्यते ॥
इति दन्तरोगचिकित्सा |
વાવડીંગ, હિંગ, સિંધવ, વજ્ર એ ચારનું ચૂર્ણ કરીને દાંતે ઘસવું એથી કરીને કૃમિથી થયેલો દાંતને રોગ મટેછે, એ ઔષધ સારૂં તથા હિતકારક છે.
જીભના રોગની ચિકિત્સા,
जिह्वायां पिटिका यस्य जिह्वापाकं निविर्दिशेत् । वातिके सरुजा कृष्णा पित्तेन दाहसंयुता । श्लेष्मणा सघना श्वेता सर्वे वै सान्निपातिके ॥
મનુષ્યને જીભ ઉપર ફેકીએ થાયછે તેને છઠ્ઠાપાક કરીને કહેછે.
તે છઠ્ઠાપાક ને વાયુથી થયેલો હાય તા તે ફાલી કાળી થાયછે અને તેમાં પીડા થાયછે; જો પિત્તથી થયેલા હાય તેા તેમાં દાહ થાયછે. જે કકુથી થયેલા હાય તા તે ફાલી કરણ અને ધોળી હાયછે. સન્નિપાતથી થયેલા છઠ્ઠાના રોગમાં સધળા દોષોનાં લક્ષણ એકઠાં માલમ પડેછે.
વાતજીન્હારોગના ઉપચાર,
चचाभया विडङ्गानि शुण्ठी सौवर्चलं कणा ।
घृतेन युक्तं जिह्वायां घर्षणं वातिके गदे ॥
વજ, હરડે, વાયવિડંગ, સુંઠ, સંચલ, પીપર, એ સર્વનું ચૂર્ણ કરી તેમાં ધી મેળવીને જીભ ઉપર ઘસવાથી વાયુથી થયેલા જીભના રોગ
મટે છે.
For Private and Personal Use Only