________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસમો.
૭૦૫
પિત્તજિનહારગને ઉપચાર यष्टीकं चन्दनं मुस्ता मागधी मधुसंयुतम् । लेपनं पैत्तिके दोषे जिह्वास्फोटकवारणम् ॥ दुग्धेन च सुशीतेन हितं गण्डूषधारणम् ।
दन्तरोगे तथा जिह्वापाके तच्च हितं विदुः॥ મધ, ચંદન, મેથ, પીપર, એ ચારના ચૂર્ણને મધમાં મેળવીને તેને છભઉપર લેપ કરે તેથી પિત્તથી થયેલા જીભ ઉપરના ફલ્લા મટશે.
દૂધને ગરમ કરીને પછી છેક ઠંડું પડવા દેઈ તેના કોગળા ભરવા તે દાંતના રોગમાં તથા જીલ્લાપાકમાં હિતકારક છે.
કફથી થયેલા જીભના રોગના ઉપાય, कांजिकेन तु तक्रेण सोष्णं गंडूषधारणम् । श्लेष्मसंभूतरोगे च जिह्वापाके हितं विदुः॥ रोध्रार्जुनकदम्बानां काथश्चोष्णः सुखावहः ।
श्लेष्मोद्भवे मुखपाके हितं गण्डूषधारणम् ॥ કાંજી અને છાશને ગરમ કરીને તેના કોગળા ભરવા, તે કફથી થયેલા જીહાપાકના રોગમાં હિતકારક છે. વળી લેધર, સાદડ અને કદંબના કવાથના ગરમ કોગળા ભરવાથી જીભના રોગીને સુખ ઉપજે છે તથા કફથી થયેલા જીભના રોગને તેથી ફાયદો થાય છે.
લેહીથી થયેલા જીભના રગને ઉપાય, रक्तजेषु विकारेषु रक्तस्रावं च कारयेत् । कण्टकेनापि जिह्वायां चूर्णयित्वा च लेपनम् ॥ मूर्वा मुस्ताभया शुण्ठी मागधी रजनीद्वयम् ।
गुडेन मधुना युक्तं लेपनं रक्तजिह्वके ॥ લેહીથી થયેલા જીભના રોગમાં પ્રથમ રક્તસ્ત્રાવ કરે. જીભના ફલાને કાંટાવડે ચીરીને પછી મૂર્વ, મોથ, હરડે, સુંઠ, પીપર, હળદર, આંબાહળદર, એ ઔષધના ચૂર્ણને ગેળ તથા મધમાં મેળવીને તેને જીભ ઉપર લેપ કરે. એ ઉપાયથી રક્તથી થયેલો જીહારોગ મટે છે.
૧ નાથાશ્ચાત્યા. ૦ ૧ સી.
For Private and Personal Use Only