________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસ.
૭૦૩
~~~~~~~~~~~~
~~~~~~
~
~~~~~~
વજ, યુવાની અજમે, ચિ, સિંધવ, સુંઠ, નગોડ, એ ઔષધનું કલ્ક કરીને ગરમ કરી દાંતે લગાડવું. તથા ઔષધ પાણીમાં નાખી ઓગાળી તેના પાંચસે કોગળા ભરવા.
બીજો ઉપાય, सर्वेषु मुखरोगेषु हितमेतत् प्रशस्यते ॥ पचासैन्धशुण्ठ्या च घर्षणं दन्तमूलके । यवानी च वचां रात्रौ दन्तमूले च धारयेत् ॥
વજ, સિંધવ અને સુંઠ એ ત્રણનું ચૂર્ણ કરી તેવડ દાંતનાં મૂળ ઘસવાં. એ સઘળા પ્રકારના મુખગમાં હિતકારક છે. તેમજ જવાની અજમે અને વજ એ બેનું કલ્ક કરી રાત્રે દાંતના મૂલમાં રાખી મૂકવું, એપણ મુખગમાં હિતકારક છે.
પિત્તથી થયેલા દંત રોગને ઉપચાર, पित्तजदन्तरोगेषु नवनीतं सशर्करम् ।
धात्रीफलेन संघृष्टं दन्तरोगनिवारणम् । પિત્તથી થયેલા દાંતના રોગમાં સાકર તથા માખણ આમળાંના ચૂર્ણમાં મેળવીને દાંતે ઘસવું તેથી દાંતને રોગ મટે છે.
કફથી થયેલા દરેગને ઉપચાર, श्लैष्मिकदन्तरोगेषु हरीतक्या गुडेन वा । घर्षणं च प्रशस्तं वा त्रिफलाक्काथधावनम् ।। अहिमारकमूलस्य काथो गण्डूषधारणात् । खदिरस्य तथा काथो यवानीकाथ एव च । काथश्च निम्बमूलस्य दन्तरोगनिवारणः॥ કફથી થયેલા દાંતના રોગમાં હરડે અને ગોળવડે દાંત ઘસવા અથવા ત્રિફળાના કવાથવડે દાંતનું સિંચન કરવું.
અહિમારક નામની વનસ્પતિના મૂલના ક્વાથના કેગળા ભરવા અથવા ખેરના કવાથના કે યુવાની અજમાના કવાથના કે લીંબડાના. મૂલના કવાથના કોગળા ભરવા, તેથી દાંતના રોગ મટે છે.
For Private and Personal Use Only