SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય એકત્રીસમો. निःक्वाथ्य शर्करयुतो मनुजस्य पानात् पित्तप्रमेहशमनाय वदन्ति धीराः ॥ પિત્તપ્રમેહમાં કાળું કમળ, સાદડ, ઇંદ્રજવ, ધાવડો, આમલી, આમળાં, લીંબડાનાં પાંદડાં, એ સર્વને પાણીમાં ક્વાથ કરીને તેમાં સાકર નાખીને મનુષ્યને પ. પૈર્યવાન વે એવું કહે છે કે એ પિત્તના પ્રમેહને શમાવે છે. કફપ્રમેહમાં વિડગાદિ કવાથ, विडङ्गसर्जाजुनकटफलानां कदम्बरोध्रासनवृक्षकाणाम् । जलेन काथश्च हितो नाराणां कफप्रमेहं विनिहन्ति तेषाम् ॥ વાયવિડંગ, રાળનું વૃક્ષ (સર્જ), સાદડ, કાયફળ, કદંબ, લેધર, અસનવૃક્ષ, એ ઔષધોને પાણીમાં કવાથ કરીને પા એ મનુષ્યને હિતકારક છે. આ કવાથ પ્રમેહને મટાડે છે. સઘળા પ્રમેહ ઉપર મુસ્તાદિ કવાથ, मुस्ता फलत्रिकनिशा सुरदारु मूर्वा इन्द्रा च रोधसलिलेन कृतः कषायः । पाने हितः सकलमेहभवे गदे च मूत्रग्रहेषु सकलेषु वियोजनीयः॥ यच्चाभयालोहरजोनिकुम्भचूर्ण हितं शर्करया समेतम् । फलत्रिकाया मधुना च लेहं सर्वप्रमेहेषु हितं वदन्ति ॥ મેથ, હરડે, બહેડાં, આમળાં, હળદર, દેવદાર, મોરલ, ઈદ્રવારણ, લેધર, એ ઔષધને પાણીમાં કવાથ કરીને પાવે. એ કવાથી સઘળા પ્રમેહના રંગમાં હિતકારક છે તથા સઘળા મૂત્રગ્રહ (પિશાબને અટકાવ) માં પણ જવા જેવો છે. હરડે, લોહચૂર્ણ, નસેતર, એ ત્રણનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને ખાવું. અથવા ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે ચાટવું, એ સઘળા પ્રમેહમાં હિતકારક છે એમ મહર્ષિઓનું કહેવું છે. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy