________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
द्वादशोऽध्यायः।
आत्रेय उवाच ।
કાસરેગની ચિકિત્સા अथ वक्ष्यामि कासानां निदानं सचिकित्सितम् ।
औञ्चधानविहाराणि शृणु पुत्र! महामते !॥ આત્રેય કહે છે – મોટી બુદ્ધિવાળા પુત્ર! સાંભળ. હવે હું કાસ એટલે ખાંસીના રોગનું નિદાન તથા તેની ચિકિત્સા તથા તે રેગવાળાએ કેવાં ઔષધ, અન્ન, તથા વિહારનું સેવન કરવું તે કહું છું.
કાસરેગના હેતુ, हास्याट्टहास्यरजसश्च तथैव रोधात् व्यायामधूमक्षवथोः प्रतिरोधनाच्च । पानान्नरूक्षविपथोद्गतशीतसेव्यात् संजायतेऽपि मनुजां प्रतिधाम कासः ॥ संसेवनान्मधुरपिच्छिलजागरेण स्वप्नैर्दिवातिदधिगौल्यगुडाशनेन । संजायते बदरतैलमथाल्पकन्दै
मद्येन वा भवति संजननं कफस्य ॥ હસવાથી તથા મેટેથી હસવાથી, ઉડતી રજ ગળામાં જવાવડે શ્વાસ રેકાવાથી, અતિ કસરતથી, છીંકના વેગને અટકાવવાથી, રૂક્ષ અન્નપાનથી, અન્નપાન ઉલટે માર્ગે (શ્વાસ નાળ વગેરેમાં) જવાથી અને ઠંડા પદાર્થના અતિ સેવનથી મનુષ્યને ખાંસી ઉત્પન્ન થાય છે. વળી મધુર અને પિછાવાળા પદાર્થો ખાવાથી, ઉજાગરાથી, દિવસે ઊંઘવાથી, અતિશય દહીં, ગૌલ્પ નામનું મઘ અથવા ગોળ ખાવાથી, બેર, તેલ અથવા શકરિયાં વગેરે નાના કંદ ખાવાથી, અથવા મઘથી કફ ઉત્પન્ન થાય છે.
१ प्रविधासि. प्र. ३ जी.
For Private and Personal Use Only