________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
૪૮૫
ખાંસીની સંપ્રાપ્તિ उदान ऊर्ध्वगतिवैपरीत्यात् कफेन प्राणानुगतेन दीर्घः । हृदो निरेत्य कफवातकण्ठे करोति तेनापि च काससंज्ञा ॥
ઉદાનવાયુ ઉલટી ગતિ કરીને ઊંચે ચઢે છે અને કફ તથા પ્રાણવાયુની સાથે મળીને લાંબે થાય છે. એવી રીતે ઉદાનવાયુ હૃદયમાંથી નીકળીને કફ તથા વાયુને ઉત્પન્ન કરે છે તેથી તેનું નામ કાસ અથવા ખાંસી એવું પડે છે.
ખાંસીના પ્રકાર, कासाश्चाष्टौ समुद्दिष्टाः क्षतजोऽन्यः प्रकीर्तितः । वातिकः पैत्तिकश्चैव श्लैष्मिकः सान्निपातिकः॥ वातपित्तसमुद्भूतः श्लेष्मपित्तसमुद्भवः। सप्तमो लोहितेनात्र चाष्टमो जायते क्षयात् ॥ न वातेन विना श्वासः कासो न श्लेष्मणा विना । न रक्तेन विना पित्तं न पित्तरहितः क्षयः॥ कथितः सम्भवश्चास्यश्चातो वक्ष्यामि लक्षणम् ।
येन संलक्ष्यते नृणां कासश्चाष्टविधः परः॥
ખાંસી આઠ પ્રકારની છે. તથા ક્ષતજ એટલે છાતીમાં ચાંદી પડવાથી કે વાગાથી થયેલ કાસ નવા પ્રકાર છે. (એને ઉરઃક્ષત કાસ કહે છે). ૧ વાયુની ખાંસી, ૨ પિત્તની ખાંસી, ૩ કફની ખાંસી, ૪ સન્નિપાતની ખાંસી, ૫ વાતપિત્તની ખાંસી, ૬ કફપિત્તની ખાંસી, ૭ રનની ખાંસી, ૮ ક્ષયની ખાંસી, એવી આઠ પ્રકારની ખાંસી છે. વાયુ વગર શ્વાસ ઉપજતું નથી, અને કફ વિના ઉધરસ થતી નથી; તેમજ લેહી વગર પિત્ત હેતું નથી કે પિત્ત વગર ક્ષય હોતું નથી. અર્થાત વાયુને બિગાડ શ્વાસને, કફને બિગાડ ઉધરસને, લેહીને બિગાડ પિત્તરેગને, અને પિત્તને બિગાડ ક્ષયરોગને ઉત્પન્ન કરવાના હેતુ છે, એવી રીતે ખાસીઓ કેમ ઉત્પન્ન થાય છે તે મેં તને કહ્યું; હવે તેનાં લક્ષણ તને કહું છું કે જેથી મનુષ્યને થયેલે આઠ પ્રકાર તથા બીજે નવમા પ્રકારનો ખાંસીને રોગ સમજવામાં આવશે.
For Private and Personal Use Only