________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૪
હારીતસંહિતા.
કાચું અન્ન ખાવાથી, વિષમ રીતે શયન કવાથી, લાંખી મુસાફ્રી કરવાથી, નાડી ત્રણુ વગેરે કે ભગંદર, ખદ, વગેરે ત્રણ થવાથી, ધાત્વાદિક વહી જવાથી, અતિશય સ્ત્રી સંગ કરવાથી, નિરંતર રોગ ચાલુ રહેવાથી, ઓછું વત્તું કે વેહેલું મોડું ખાવાથી, શરીરમાં જીર્ણજ્વર ઘણા દિવસ રહેવાથી, અને એવાંજ ખીજાં કારણોથી કક્, પિત્ત, વાયુ કે દેહ પણ ક્ષય પામેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગના પ્રકાર
रसरक्तमांसमेदश्चास्थिमज्जा व शुक्रमिति सप्त । धातुक्षयाविशेषद्वा ताद्यये परे त्रय इति दश ॥ क्षयो दशविधश्चैव विज्ञातव्यो भिषग्वरैः । पुनर्लक्षणमेतेषां वक्ष्यते तच्छृणुष्वमे ॥
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, એ સાત ધાતુએનો ક્ષય થવાથી વિશેષે કરીને ક્ષયરોગ થાયછે; અને વાયુ, પિત્ત અને કક્ એ ત્રણ ધાતુઓના ક્ષય થવાથી પણ ક્ષયરોગ થાયછે એમ એકંદર દશ પ્રકારના ક્ષય થાયછે. માટે ઉત્તમ વૈદ્યોએ ક્ષયરોગ દશ પ્રકારના છે એમ જાણવું. હવે તેમનાં લક્ષણ હું કહું છું તે સાંભળ વાતક્ષયના હેતુ.
अतिस्वेदातिधर्मेण चिन्ताशोषभयादिना । वाताद्यैः सेवितैश्चापि जायते मारुतक्षयः ॥
અતિક્ષય પરસેવા કાઢવાથી, અતિશય તાપથી, ચિંતાથી, શાકથી, ભય વગેરેથી, અને વાયુ વગેરેનું સેવન કરવાથી, પણ વાયુના ક્ષય ઉત્પન્ન થાયછે.
વાતક્ષયનાં લક્ષણ,
तेन तन्द्राङ्गदाहश्च पिपासारुचिवेपथुः । तमः क्रमो भ्रमश्चैव भवेच्च मारुतक्षये ॥
વાયુને ક્ષય થવાથી શરીરે શ્વેત, અંગના દાહ, તરસ, અરૂચિ, કંપારી, થાક, અને ભ્રમ (ચકરી,) એવાં ચિન્હ થાયછે.
For Private and Personal Use Only