________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમેા.
વાતક્ષયની ચિકિત્સા.
तस्यानूपानि सेव्यानि रसानि पललानि च । रसोनादिककल्कं च सेवयेद् वातवर्धनम् ॥
વાતક્ષયવાળા રાગીને બહુ પાણીવાળા પ્રદેશમાં રહેનારા પ્રાણીનાં માંસ, તથા તેવા દેશમાં ઉપજતી વનસ્પતિઓના રસ ખાવા પીવાને આપવા. વળી લસણ વગેરે ઔષધોનું કહ્ક કરીને તેને ખાવા આપ્યા કરવું તેથી વાયુની વૃદ્ધિ થશે.
પિત્તક્ષયના હેતુ વગેરે,
पित्तक्षयेऽग्निमान्धे च जायतेऽरुचिजाड्यता । कासहलासशोफश्च जायते मन्दचेष्टता ॥ स्वेदाभ्यङ्गान्नपानानि दीपनानि प्रयोजयेत् । जाङ्गलानि रसान्नानि सेवयेत् पित्तकृत् क्षये ॥
૪૧૫
પિત્તનો ક્ષય થવાથી જઠરાગ્નિ મંદ પડે છે, અરૂચિ થાયછે, શરીરમાં જડપણું ઉપજે છે, ખાંસી, છાતીમાં પીડા, સાજો અને ચેષ્ટાઓનું ( હાલવા ચાલવા વગેરેનું) મંદપણું ઉપજે છે. એવાં લક્ષણ ઉપરથી પિત્તના ક્ષય જાણીને રોગીને પરસેવા કાઢવા; શરીરે તેલ ચાળવાં; જડરાગ્નિને પ્રદિપ્ત કરે એવાં અન્નપાન ખાવાને આપવાં; જંગલી પ્રાણીઓનાં માંસ અને જંગલમાંની વનસ્પતિના રસ સેવવા.
કક્ષયના હેતુ વગેરે.
व्यायामैश्च व्यवायैश्च रूक्षान्नाहारसेवनैः । सन्तापकोधनैश्चैव जायते कफसंक्षयः ॥
For Private and Personal Use Only
तेन दाहोऽथवा पाण्डुः शोफो निःश्वसनं भ्रमः । विनिद्रता क्षुत्तृषा च स्त्रीसङ्गेनापि नन्दति ॥ तस्य शीतान्नपानानि कन्दशाकादिकै रसैः । अनूपैर्दधिदुग्धैर्वा सेवनं तु समीहितम् ॥
૧ ૧ ૦ ૧ જી.