________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૬
હારીતસંહિતા.
જે મનુષ્યને જીભ, ગળું કે તાળવે શાષ પડતા હોય તે ખીજોરાના ગર્ભને મધ તથા સિંધવમાં વાટીને તેના તાળવે લેપ કરવા. એમ કરવાથી તરત પિત્તજ્વર મટે છે.
wwwwwww
www.kobatirth.org
www.w
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કફજ્વરનાં લક્ષણ
स्तैमित्यं मधुरास्यता च जडता निद्रा च तन्द्रा भृशं गात्राणां गुरुतारुचिर्विरसता रोमोद्गमः शीतता । 'प्रस्वेद स्रुतिरोधनं च करजे नेत्रे च पाण्डुच्छविर्मूत्रं चंदनसन्निभं च वमनं श्लेष्मज्वरे ते विदुः ॥
કાથી ઉત્પન્ન થયેલા જ્વરમાં રાગીનું શરીર જડ થઈ જાયછે, મુખ મધુર થાયછે, તેને મંદપણું પ્રાપ્ત થાયછે, નિદ્રા આવે છે, અત્યંત ઘેન થાયછે, અંગ ભારે થાયછે, અરૂચિ ઉપજે છે, સુખ વિરસ થાયછે, શરીરનાં વાં ઉભાં થાય, શરીર ઠંડુ થઇ જાયછે, પરસેવે નીકળતાં અટકી જાયછે, નખ અને નેત્રની આકૃતિ શ્વેતવર્ણની થાયછે, મૂત્ર ચંદ્રનના સરખું શ્વેત અને ઠંડું થાયછે, અને ઉલટી થાયછે. કફજ્વરના ઉપાય-પાચન ફક
पिप्पल्यादिककल्कं तु कफजे पाचनं हितम् ।
પીપરનું કલ્ક કરીને તેમાં મધ નાખીતે ચાટવું; અથવા પીપર, હરડાં, ખેડાં, આમળાં, એ ચારના ચૂર્ણમાં મધ તથા ધી નાખીને ચાટવું. એથી કફજ્વરનું પાચન થાયછે.
બીજો ઉપાય.
तद्वयाघ्री 'गडूची च रोधं कुष्ठं पटोलकम् । ज्वरे कफात्मजे चैतत् पाचनं स्यात् तदुत्तमम् ॥
રીંગણી, ગળા, લોધર, ઉપલેટ અને પટાલ, એ ઔષધોના ક્વાથ કરીને કવરવાળાને પાવા; કેમકે કફજ્વરનું એ સારી રીતે પાચન કરેછે.
ત્રીજો ઉપાય-વાસાદિ ક્વાથ,
वासा गुडूची त्रिफला पटोली
सठी च तिक्ता मधुना कषायम् ।
૧ પ્રવેશઃ શ્રુતિરોધનું ૨. પ્ર૦ ૧ ટી. ૨૬ સિદ્દી. મ॰ ૧ સી.
For Private and Personal Use Only