________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
હારીતસંહિતા.
વતાં રેગને ઘટે તેવા આ છમાંના એકાદ કર્મથી પણ લંઘનનું કાર્ય
થાયછે.
નિરામ જવરનું લક્ષણ, क्षुत्क्षामं श्रमशैथिल्यं भ्रमवेगज्वरातुरम् । अन्तर्दाहं रक्तमूत्रं निरामज्वरलक्षणम् ॥
જે રોગી ભૂખથી કૃશ થઈ ગયું હોય, શ્રમથી શિથિલ થઈ ગયો હોય, જેને (ઉભા થતાં) ચકરી આવતી હોય, તાવ આવતે હોય, શરીરની અંદરના ભાગમાં દાહ બળતું હોય, અને તેના મૂત્રને વર્ણ રાતે હૈય, તેને નિરામ જ્વરવાળો જાણ.
દોષપરત્વે લંધનને અવધિ. वातिको लङ्घनैः षड्भिः पैत्तिकस्तु दिनत्रयम् । सप्तभिः पचते श्लेष्मा दृष्ट्वा लङ्घनमाचरेत् ॥ त्रिदोषो दशरात्राणि पचते लङ्घनैस्तु सः। दिने पञ्चदशे प्राप्ते पचते सान्निपातिकः ।।
मुश्चेद्वा मनुजं हन्ति भवेद्वा विषमज्वरः ।
વાતજવરવાળાને છે લાંધણ કરાવવી, કેમકે તેટલી મુદતમાં વાત દેષ પદ્ધ થાય છે, પિત્તવાળાને ત્રણ લાંઘણ કરાવવી, અને કફવાળાને સાત લાંધણ કરાવવી. એવી રીતે વાતાદિક દોષ જોઈને લાંઘણ કરાવવી. ત્રણે દોષ એકત્ર થઈને કોપ્યા હોય હોય તે દશ દિવસ લાંઘણું કરાવવી; કેમકે તે દેને પકવ થવાને તેટલી મુદત લાગે છે. સનિપાત જવરને પકવ થવાને પંદર દિવસ લાગે છે. એટલા દિવસમાં સનિપાત કહેતે મટી જાય છે અથવા રોગીને નાશ કરે છે અથવા વિષમજવર ઉત્પન્ન થાય છે.
વય પર દેષ કોપને પ્રકાર, बाल्ये रक्तामया दोषाः कफपित्तादनंतरम् ॥ षोडशे तु समे प्राप्ते त्रिदोषप्रभवा गदाः। पञ्चविंशतिमे प्राप्ते ज्वरो वैमानिपातिकः ॥
For Private and Personal Use Only