________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પેહેલા.
બાલ્યાવસ્થામાં લોહીના વિકારસંબંધી રોગ ઉપજે છે; તે પછી
પંદર વર્ષ સુધી ક、 અને પિત્તનારેગ બહુધા ઉપજે છે; સાળ વર્ષ થયા પછી ત્રિદોષ ( ત્રણે દોષ ) ના રોગ ઉત્પન્ન થાયછે, પચીશ વર્ષનું વય થયા પછી સન્નિપાતજ્વર થાયછે.
વરવાળાને કવાથ આપવાનો સમય,
वातपित्तकफैरेव रसरक्तसमुच्चयात् । जायते यो ज्वरः सम्यक् पक्के क्वाथं तु दापयेत् ॥
૨૪૯
વાયુ, પિત્ત, કક, રસ અને રક્ત, એ સર્વના સમુદાયથી જે જ્વર ઉત્પન્ન થાયછે તે જ્યારે સારી રીતે પક્વ થાય ત્યારે રોગીને ક્વાથ આપવા. અર્થાત્ જ્વર પવ થયાવિના ક્વાથ આપવા નહિ.
ક્વાથના પ્રકાર.
काथः सप्तविधः प्रोक्तः पाचनः शमनस्तथा । दीपनः केदनो भेदी सन्तर्पणो 'विशोषणः ।
ક્વાથ સાત પ્રકારના કહેલા છે. પાચન (મળને પકવ કરનાર;) શમન ( દોષને શમાવી દેનાર;) દીપન ( અગ્નિને પ્રદિપ્ત કરીને મળને પચાવનાર; ) કલેદન ( મળને પલાળીને બાહાર કાઢનાર; ) ભેદી ( મળને તેાડીને બહાર કાઢનાર;) સંતર્પણ ( ધાતુને તૃપ્ત કરીને મળનું ખળ કમી કરનાર;) અને શોષણ (મળને સૂકવીને બાહાર કાઢી નાખનાર. )
સાત પ્રકારના ક્વાથ આપવાને કાળ पाचनं च 'नरे देयं निशासु प्रविजानता । पूर्वाह्णे शमनो देयोऽपराह्णे दीपनः स्मृतः ॥ सन्तर्पणो भेदनश्च कल्ये पानाय दापयेत् ।
शोषणोऽपि प्रभाते च क्वाथः पाने प्रकीर्तितः ॥
વૈધશાસ્ત્રના જ્ઞાનવાળા વૈધે રોગીને પાચન ક્વાથ રાત્રીએ આ
પા; શમનવાથ દિવસના પહેલા પાહારમાં આપવા; દીપનવાથ દિવ
For Private and Personal Use Only
૧ વિમોહન:. પ્ર૦ રૂ . વિશેષતઃ પ્ર૦ ૧ા. ૨ નવૈ રૂપની. ३ मोहनोपि प्र० १ ली.