________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
नवमोऽध्यायः
મૂત્ર વર્ગ. . मूत्रं गोऽजाविमाहिष्यं गजाश्वो खरोद्भवम्।
मूत्रं मानुषजं चान्यत्समासेन गुणान्गृणु ॥
ગાય કે બળદ, બકરાં, ઘેટાં, ભેંશ કે પાડે, હાથી, ઘોડા, ઊંટ, ગધેડે, એ પ્રાણીઓનાં મૂત્ર તથા વળી મનુષ્યનું મૂત્ર, (એ સર્વે - ઘધ તરિકે વપરાય તેવાં છે માટે) તેમના ગુણ સંક્ષેપમાં કહું છું તે તું સાંભળ.
ગાયના મૂત્રના ગુણ तीक्ष्णं चोष्णं क्षारमेवं कषायं बल्यं मेध्यं श्लेष्मवातानिहन्ति । रक्तं पित्तं कुर्वते च प्रभेदि गुल्मानाहोदर्यदोषापहं च ॥
कंडूकिलासमलशूलमुखाक्षिरोगान् गुल्मातिसारगुदमारुतमूत्ररोधान् । कासं सकुष्ठजठरकृमिकोशजालं गोमूत्रमेकमपि पीतमहो निहति ॥
इति गोमूत्रगुणाः।
ગાયનું મૂત્ર તીક્ષણ, ગરમ, ખારું, તુરું, બળ આપનાર અને બુદ્ધિ આપનાર છે, કફ અને વાયુને નાશ કરે છે, રક્તપિત્તને ઉત્પન્ન કરે છે. મળનું ભેદન કરે છે; ગુલ્મ, આનાહ (પેટ ચઢવાને વ્યાધિ) અને ઉદર સંબંધી વ્યાધિઓને દૂર કરે છે, ખસ, ક્લિાસ નામે કોઢ રે, મળબંધી પીડા, ચુંકન કે શળને વ્યાધિ, મુખના રોગ, નેત્રના રોગ, ગુલ્મ, અતિસારને રેગ, ગુદાના રેગ, વાયુના રોગ, મૂત્ર બંધ થયું હોય તે રોગ, ખાંસી, કોઢ રોગ, જઠરાગ્નિસંબંધી રોગ અને કૃમિની કેથલીનો સમુદાય, એ સર્વે એલું ગાયનું મૂત્રજ પીવાથી નાશ થાય છે એવું આ શ્ચર્યકારી ગુણવાળું ગોમૂત્ર છે!
For Private and Personal Use Only