________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમે.
જે પુરૂષ ક્ષીણ થઈ ગયા હોય, દુર્બળ હોય, જીર્ણજવરથી પીડાતા હોય, જેમને જઠરાગ્નિ પ્રદિપ્ત હોય, જેમને તંદ્રા (ઊંધ સંબંધી આળસ) ન હોય, થાક અને શેષરેગવાળા હોય, અલ્પવિર્યવાળા હોઈને મૈથુનાસત હય, શ્વાસરોગવાળા તથા વિષમ અગ્નિવાળા હોય, તેમજ રાજ્યઠ્યા (ક્ષય) રોગવાળા હોય, તેમણે દૂધ પીવું જોઈએ. દૂધની સાથે લવણ અથવા ખટાશયુક્ત કરીને તે ખાવું એ સારું નથી; કેમકે તેથી કોઢ અને ત્વચાના રોગ ઉપજે છે, માટે તેને હિતકર માનેલું નથી.
ગાયના દહીંના ગુણ अम्लं स्वादुरसं पाहि गुरूक्ष्णं वातरोगजित् । मेदःशुक्रवलश्लेष्मरक्तपित्ताग्निशोफत् ॥ स्निग्धं विपाके मधुरं दीपनं बलवर्धनम । वातापहं पवित्रं च दधि गव्यं रुचिप्रदम् ॥
इति गवां दधिगुणाः । ગાયનું દહીં ખાટું, મધુર રસવાળું, ગ્રાપ્તિ, ભારે, ગરમ, વાયુના રોગને મટાડનારું, મેદ, વીર્ય, બળ અને કફને ઉત્પન્ન કરનારું, રક્તપિત્ત તથા સેજાને ઉપજાવનારું, જઠરાગ્નિની વૃદ્ધિ કરનારું, સ્નિગ્ધ, વિપાકમાં મધુર, જઠરાગ્નિને દીપન કરનાર, બળને વધારનાર, વાયુને નાશ કરનાર, પવિત્ર અને રૂચિ ઉત્પન્ન કરનાર છે.
બકરીના દહીંના ગુણ, आज दधि भवेच्चोष्णं क्षयवातविनाशनम् । दुर्नामश्वासकासेषु हितमग्निप्रदीपनम् ॥ विपाके मधुरं वृष्यं रक्तपित्तप्रसादनम् । शस्तं प्राभातिकं प्रोक्तं वातपित्तनिबर्हणम् ॥
તિ મનાથજીના બકરીનું દહીં ગરમ, ક્ષય અને વાયુનો નાશ કરનાર, અશ, શ્વાસ અને ખાંસીને મટાડનાર, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, વિપામાં મધુર, પૌષ્ટિક અને રક્તપિત્તને શમાવનાર છે. બકરીનું દહીં સવારનું હોય તે શ્રે કહ્યું છે, કેમકે તે વાતપિત્તને નાશ કરે છે.
For Private and Personal Use Only