________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
"Sલા.
કાળી ગાય વાયુને નાશ કરનારી છે માટે તેના દૂધમાં પણ તે ગુણ છે અને તેથી તે દૂધ બીજા કરતાં સારું છે. ધળી ગાયનું દૂધ કફ ઉત્પન્ન કરે છે અને રાતી ગાયનું દૂધ વાયુ ઉત્પન્ન કરે છે. પીળી ગાય પિત્ત શમાવનારી છે માટે તેનું દૂધ વિશેષ ગુણવાળું છે. કાળી ગાય રકતપિત્તના ગુણવાળી હોય છે, ધોળી ગાય કફના ગુણવાળી હોય છે, પીળી ગાય કફ અને વાયુના ગુણવાળી હોય છે તથા રાતી વાયુના ગુણવાળી હેય છે. એવી રીતે ગાયના જેવા જેવા રંગ હેય તેવા તેવા તેના દૂધના ગુણ મહાત્મા પુરૂષોએ જાણવા.
धारोष्णं शस्यते गव्यं धाराशीतं तु माहिषम्। ।
मृतोष्णमाविकं पथ्यं सृतशीतमजापयः॥ ગાયનું દૂધ તરત દેહ્યા પછી ગરમ ને ગરમ પીવું હિતકર છે. ભેંશનું દૂધ દોહી પછી ઠંડું થવા દઈને પીવું. ઘેટીનું દૂધ ઉકાળીને ગરમ ગરમ હોય ત્યારે પીવું. અને બકરીનું દૂધ ઉકાળીને ઠંડું થયા પછી પીવું.
ગાયના દૂધના ગુણ गव्यं पवित्रं च रसायनं च पथ्यं च हृद्यं बलपुष्टिदं स्यात् । आयुःप्रदं रक्तविकारपित्तत्रिदोषहृद्रोगविषापहं स्यात् ॥
રૂતિ ગવાં ગુખr: . ગાયનું દૂધ પવિત્ર, રસાયન (જરાવ્યાધિ નાશક,) પથ્ય, હૃદયને હિતકર, બળ આપનારું અને પુષ્ટિ આપનારું છે. વળી તે આયુષ્યને સ્થિર કરનારું, રક્તપિત્તના વિકારને નાશ કરનારું, ત્રિદોષને અને ૮દયના રોગને મટાડનારું તથા ઝેરને દૂર કરનારું છે.
બકરીના દૂધના ગુણ छागं कषायं मधुरं च शीतं ग्राही लघु पित्तक्षयापहारि। कासज्वराणांरुधिरातिसारे हितं पयश्छागलज त्रिदोषजित् ॥
રતિ મનાયડુનr: 1 બકરીનું દૂધ તૂરું, મધુર, હું, ગ્રાહિ (મળને બાંધનાર) અને હલકું છે. એ દૂધ પિત્ત અને ક્ષયને નાશ કરે છે; ખાંસીમાં, તાવમાં અને રક્તાતીસારમાં હિતકર્તા છે; તથા ત્રિદોષને હણનારું છે.
For Private and Personal Use Only