________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૫૧
એમ સામાન્ય રીતે કર્મ આગમન નિદાનરૂપ આશ્રવા પ્રરૂપ્યા. હવે વિશેષે જ્ઞાનાવરણીયાદિ કર્મ સંબંધી-આશ્રવા સંબંધી વર્ણન કરે છે. ( જ્ઞાન—જ્ઞાની પ્રત્યે ) પ્રદ્વેષ, અપલાપ,× મચ્છર,+ ( ભાતપાણીના ) અતશય, અવિનયાદિ આશાતના અને ઉપઘાત ( મારણાદિ)એ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના આશ્રવ સમજવા. ( અર્થાત્ જ્ઞાનીના પ્રદ્વેષ, અપલાપાદિ કરવાથી ઉક્ત અને ક્રમ - ધાય છે. ) દેવપૂજા, ગુરૂભક્તિ, સરાગ સજમ, દેશિવતિ સજમ, પાત્રદાન, દયા, ક્ષમા, ખાળ (અજ્ઞાન) તપ અને અકામ નિર્જરાથી શાતા વેદનીય કર્મ બંધાય છે, તેથી ઉક્ત દેવપૂજાર્દિક શાતા વેદની
પરને ઠગવાથી માયા પ્રત્યયિકી ૮, જિનવચનમાં અશ્રદ્દા કરવાથી મિથ્યાદર્શન પ્રત્યયિકી ૯, સંયમાદિના વિધાત કરનારા કષાયાદિને ન તજવાથી અપ્રત્યાખ્યા નિકી ૧૦, જીવાજીવાદિ પદાર્થોને કુતુહળવડે જોવાથી દષ્ટિકો ૧૧, રાગદ્વેષાદિવડે જીવાજીવ સ્વરૂપ પૂછવાથી પુષ્ટિકી અથવા રાગાદિવડે સ્ત્રીયાદિકને સ્પર્શ કરવાથી સ્પષ્ટિકી ૧૨, જીવાજીવને આશ્રીને ક બંધ થાય તે પ્રાતિત્યકી ૧૩, પોતાના ગાય, અશ્વાદિકની કાષ્ઠ પ્રશંસા કરે તેથી રાજી થવું તે સામ‘તાપનિપાતિકી ૧૪, રાજાદિકના આદેશથી મનુષ્યાદિ જીવાનુ' અથવા પાષાણાદિ અછવાનું યંત્રાવડે નિસર્જન કરવું તે નૈષ્ટિકી ૧૫, પેાતાને હાથે જીવાજીવને તાડના કરવાથી સ્વાહસ્તિકી ૧૬, જીવાજીવને આજ્ઞા કરવાથી આજ્ઞાપનિકી ૧૭, જીવા જીવનુ વિદારણ કરવાથી વૈદારણુિકી અથવા જીવાજીવના વિક્રયમાં પરને ઠગવાથી વૈતારણિકી ૧૮, અપ્રમાર્જિત પ્રદેશમાં શરીર ઉપકરણાદિ મૂકવાથી અનાભાગ પ્રત્યયિકી ૧૯, ઇહ, પરલાક વિરૂદ્ધ કાર્યંના સેવનથી અનવકાંક્ષ પ્રત્યયિકી ૨૦, મન-વચન-કાયાવડે સાવદ્ય કાર્ય કરવાથી પ્રાયોગિકી ૨૧, આઠે પ્રકારના કર્મ સમકાળે બાંધવાથી સમાદાનિકી ૨૨, માયાલાભનિશ્રિત અથવા રાગોત્પાદક વચન ખેલવાથી પ્રેમિકી ૨૩, ક્રોધમાનનિશ્રિત અથવા કાઇની ઉપર દ્વેષ કરવાથી ટ્રેષિકી ૨૪, અકષાયી એવા ઉપશાંતમેતાદિકને માત્ર એ સમયની સ્થિતિના ક માત્ર કાયયેાગવડે જે બધાય તે ઐોપથિકી ૨૫.
× જ્ઞાની ગુરૂ વિગેરેનુ નામ ગોપવવું ઢાંકવુ –પ્રકાશવું નહિ' તે + તેમના ગુણગૌરવ સહી ન શકાય તે, તેમની પૂજા—શક્તિ થતી જોઈને મનમાં ખેદ ધરી ખળવું તે.
For Private and Personal Use Only