________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
આ પ્રમાણે –૧ અનાદિ અનંત, ૨ અનાદિ સાન્ત અને ૩ સાદિ સાન્ત. તેમાં અભવ્ય પહેલા ભાંગે, અને ભવ્યે બીજા ત્રીજા ભાગે જાણવા. અભવ્યેને મિથ્યાત્વની આદિ તેમજ અંત નથી માટે અનાદિ અનંત ભાંગે તેમને લાગુ પડે છે અને અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યને સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે મિથ્યાત્વને અંત થવાથી અનાદિ સાન્ત (બીજો) ભાગે તેમજ સમકિત પામેલા જે મિથ્યાત્વ પામે અને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યુન અધ પુદગલ પરાવર્ત પર્યત મિથ્યાત્વમાં રહીને ફરી સમક્તિ પામે તેમને આશ્રી સાદિ સાન્ત ભાગે જાણ. સાસ્વાદન (સમકિત) ને છ આવળી પ્રમાણ સ્થિતિકાળ ઉત્કૃષ્ટ જાણ. તે (સાસ્વાદન) અનન્તાનુબંધી કષાયને ઉદય થયે છતે ઉપશમ સમક્તિને વખતે મિથ્યાત્વ નહિ પ્રાપ્ત થયેલાને હોઈ શકે છે. અવિરત સમકિત દષ્ટિને (ઉત્કૃષ્ટ) સ્થિતિકાળ સાધક તેત્રીશ સાગરેપમ કહ્યો છે. દેશવિરતિ અને સગી કેવળીને સ્થિતિકાળ કંઈક ન્યુન પૂર્વકેડ, અયોગી કેવળીને સ્થિતિકાળ અ, ઈ, ઉં, , લૂ લક્ષણ પાંચ હસ્વ સ્વર ઉચ્ચાર પ્રમાણ, મિશ્ર અને પ્રમાદિક સાત ગુણસ્થાનકને સ્થતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. ઉપર કહેલો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી સમજ. જઘન્યથી તે સાસ્વાદન અને પ્રમાદિક છ ગુણ સ્થાનકેને સ્થિતિકાળ એક સમયને જ જાણ.' અગી કેવળીને અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિકાળ પૂર્વોક્ત પંચ હસ્વ સ્વર ઉચ્ચાર પ્રમાણુજ સમજે, અને બાકીના છ ગુણ
સ્થાનકે મિથ્યાત્વ, મિશ્ર, અવિરત, દેશવિરત, ક્ષીણમેહ અને સગી કેવળીને જઘન્ય સ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ.
છે પ્રથમ અધ્યાય સમાસ છે
For Private and Personal Use Only