________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી સમયસાર પ્રકરણ
અજીવ તત્વ નિરૂપણનામા દ્વિતીય અધ્યાય, તીર્થંકર દેવે અજીવ પાંચ પ્રકારના કહ્યા છે તે આ રીતે–
૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, 3 આકાશારિતકાય, પગલાસ્તિકાય, અને ૫ કાળ. એ પાચેને જીવાસ્તિકાય સાથે જોડતાં છ દ્રવ્ય કહેવાય છે.
એ સર્વે દ્રવ્ય ઉત્પાદ (નવા પર્યાયપણે ઉપજવું), નાશ (વર્તમાન પયયનું નાશ પામવું) અને સ્થિતિ (મૂળ દ્રવ્યપણે બન્યું રહેવું તે) સ્વભાવવાળા છે.
કાળ શિવાયના પાંચ દ્રવ્ય ઘણા પ્રદેશવાળા હોવાથી અસ્તિકાય કહેવાય છે. પુદગલ શિવાયના પાંચ દ્રવ્ય અરૂપી છે. જીવ શિવાયના પાંચ દ્રવ્યે અચેતન જડ અને અકર્તા છે. તે છએ દ્રવ્ય મધ્યે ગતિપરિણામ પામેલા જીવ અને પુદ્ગલેને ગતિસહાયક ધર્માસ્તિકાય છે. સ્થિતિ પરિણામ પામેલા જીવ પુદ્ગલેને સ્થિતિસહાયક અધમસ્તિકાય છે. સ્થાન-અવકાશ આપનાર આકાશ છે. વૃદ્ધિ હાનિ પામનારા પુદ્ગલે છે. તે પુદગલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉત, છાયા, સૂક્ષમતા અને
સ્થલતારૂપ હતા સતા કર્મ, શરીર, મન, ભાષા,વાવાસ, સુખ, દુઃખ અને જીવિત મરણ પ્રસંગે જીવને ઉપકારક હેતુ જાણવા. - વર્તના પરિણામોદિ લક્ષણ કાળ; અને જ્ઞાનદર્શન લક્ષણવાળા જીવ જાણવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશ એ ત્રણ દ્રવ્યાથતાએ (દ્રવ્યપણે) એક એક દ્રવ્ય છે. પુદ્ગલે, કાળના સમયે અને જીવ અનંત છે. પ્રદેશાર્થતાએ (પ્રદેશપણે) ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને એક જીવના પ્રદેશ કાકાશના પ્રદેશતુલ્ય અસંખ્યાત છે. (લોક અને અલેક) આકાશના પ્રદેશ અનંતા છે.
For Private and Personal Use Only