________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમયસાર પ્રકરણ
એ સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રથમ જ્ઞાનસ્વરૂપ કહે છે.
સર્વજ્ઞ કથિત યથાસ્થિત તત્ત્વ (વસ્તુ સ્વરૂપ) ને જે અવબંધ તેને સભ્ય (યથાર્થ) જ્ઞાન કહેવામાં આવે છે.
તત્વ પદાર્થો તીર્થકર દેવોએ સાત કહેલા છે, તે આ રીતેજીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર નિર્જરા, અને મેક્ષ,
(જીવ તત્વનિરૂપણુ નામ) પ્રથમ અધ્યાય, તેમાં જીવ બે પ્રકારના છે. ૧ સિદ્ધ+અને ૨ સંસારી.
તેમાં સિદ્ધ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ લક્ષણ એક સ્વભાવથી એક જ પ્રકારના છતાં છેલ્લા ભવરૂપ ઉપાધિભેદ(સંબંધ) થકી પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–૧ તીર્થ સિદ્ધ, ૨ અ
૧ સુખ દુખ ઉપગ લક્ષણવંત છવ. ૨ તેથી વિપરીત લક્ષણવંત અછવ. ૩ જેવડે કર્મ આવે તે શુભાશુભ કર્મ ઉપાદાન હેતુક હિંસા, અસત્યાદિક આશ્રવ, ૪ છવ કર્મને અત્યંત સંબંધ તે બંધ. ૫ સમિતિ ગુપ્તિ વડે આશ્રવનિરોધ તે સંવર. ૬ સ્થિતિ પરિપાકથી કે તપ થકી કર્મોનું અંશતઃ ખાવું તે નિર્જરા. ૭ સકળ કર્મ ક્ષયથકી સ્વ આત્મામાં અવસ્થાન તે મેક્ષ, (ટીકા ઉપરથી.)
+ કૃતકૃત્ય થયેલા અથવા અપુનર્ભવે લોકાગ્ર પદ પામેલા અથવા બાંધેલા આઠે કર્મને સર્વથા ક્ષય જેમણે કરેલ છે તે સિદ્ધ-પરમાત્મા કહેવાય છે.
૧ ચતુર્વિધ શ્રમણ સંધ ઉત્પન્ન થયે છતે જે સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ અને
૨ તેના અભાવે સુવિધિનાથ પ્રમુખ તીર્થકરોના આંતરે ધર્મ વ્યવચ્છેદ થયે છતે જાતિસ્મરણાદિવડે જેમને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો તે અતીથે સિદ્ધ.
૩ તીર્થંકર પદવી પામીને સિદ્ધ થયા તે તીર્થકર સિદ્ધ અને તે પદવી પામ્યા વગર સામાન્ય કેવળી થઈને મોક્ષપદ પામ્યા તે અતીર્થકર સિદ્ધ.
૫ ગુરૂના ઉપદેશ વગર રવયં બોધ પામીને સિદ્ધ થયા તે સ્વયં બુદ્ધ સિદ્ધ. ૬ એકાદ વસ્તુ-સંધ્યાગાદિક દેખી બોધ પામી સિદ્ધ થયા તે પ્રત્યેકબુદ્ધ
સિદ્ધ.
૭ આચાર્યાદિકના ઉપદેશથી બોધ પામી સિદ્ધિ પામ્યા તે બુદ્ધ બોધિતસિદ્ધ. ૮ ઉપરોક્ત પ્રત્યેકબુદ્ધ સિવાય જે કઈ સ્ત્રી લિગે સિદ્ધ થયા તે સ્ત્રીસિદ્ધ
For Private and Personal Use Only