________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૩૭
પ્રથમ નિમંત્રણ કરતાં ગુરૂને પૂછયા વગર સાધુઓ પ્રત્યે યથારૂચિ ઘણું દેતાં, ગુરૂને યત્કિંચિત્ આપી સ્વયં સ્નિગ્ધ મધુરાદિકને ઉપભેગ કરતાં, રાત્રીની પરે બીજે વખતે પણ ગુરૂ વચનને આદર નહિ કરતાં, ગુરૂ પ્રત્યે કઠોર વચન કહેતાં, આસન ઉપર બેઠાં બેઠાંજ ગુરૂને ઉત્તર આપતાં, શું છે એમ ગુરૂ પ્રત્યે તેછડાઈથી) પૂછતાં કે બેલતાં, તુંકાર કરવાથી, ગુરૂએ કંઈ કરવા કહ્યું છતે “તમેજ કેમ કરતા નથી” એમ સામું બેલતાં, ગુરૂ ધર્મકથા કરતા હોય તેમાં કંટાળો લાવતાં-ખિન્ન મન થતાં, “તમને યાદ નથી, તેને એ અર્થ સંભવ નથી” એમ કહેતાં, ચાલતી કથામાં ભંગ પાડી વચમાં પોતેજ કથા કરવા માંડતાં, “હવે ગેચરી વખત થયેલ છે ઈત્યાદિક બાના કાઢી પર્ષદા ભેદ કરતાં, પર્ષદા બેઠી હોય તે વખતે (ગુરૂ છતાં) સવિશેષ કહેતાં, ગુરૂ શય્યાદિકને પગથી સંઘટ્ટ કરતાં, ગુરૂ શય્યાદિકમાં બેસતાં-સૂતાં, ગુરૂથી ઉંચા આસને કે સમાન આસને બેસતાં આશાતના લાગે છે. ઉક્ત સકળ આશાતના વજીનેજ સુવિનીત શિષ્ય ગુરૂની સેવા-ભક્તિને યથાર્થ લાભ લેવા પ્રયત્ન કરે છે તેવા
પવિત્ર ધર્મની યોગ્યતા મેળવી શકે છે. વળી મન, વચન અને કાય નું છતું બળવીર્ય ગોપવ્યા વગર ફેરવવું તે ત્રણ પ્રકારને વર્યાચાર પાળનાર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વત! ૩૬
હવે ગ્રંથકાર છત્રીસમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છેगणिसंपय?चउविह, बत्तीसं तेसु निच्चमाउत्तो। चउविहविणयपवित्तो छत्तीसगुणो गुरू जयउ ।। ३७ ।।
ચાર ચાર પ્રકારની આઠગણું સંપદામાં સદાય સાવધાન અને ચાર પ્રકારના વિનય વડે પવિત્ર એવા ૩૬ ગુણયુકત ગુરૂ શ્રી જયવતા વર્તા! ૩૭
ભાવાર્થ-૧ આચારસંપત, ૨ શ્રુતસંપત, ૩ શરીરસંપત, ૪ વચનસંપત્, ૫ વાચનસંપત્, ૬ મતિસંપત, ૭ પ્રગતિ
For Private and Personal Use Only