________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૭૩
મેક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે.
ત્યારે તમે પૂછશે કે સઘળાં માનવીઓનો મોક્ષ કેમ થતું નથી ? એને ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસારકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો અને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યને નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહે એમ આપણે સમજવું નહીં. જે એમ સમજીએ તે પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહા મનુષ્ય કહે? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય.
જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકે પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુ ધ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિવડે કરીને મદેન્મત્ત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિવડે જે તેઓ પિતાનાં મનરૂપી હાથીને વશ કરી લે તે કેટલું કલ્યાણ થાય :
કઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો
For Private And Personal Use Only