________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
મોક્ષમાળા એક ગર્ભાધાનથી હરા, એક જ કે મુઓ, એક મુએલ અવતર્યો, એક સે વર્ષને વૃદ્ધ થઈને મરે છે.
કોઈનાં સુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાને ધક્કા ખાય છે !
આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છે; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહે તે શા વડે થાય છે ?
પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મવડે. કર્મવડે આ સંસાર ભમવું પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે ? એ વિચારે તે આપણે આ વાત એ પણ માન્ય રાખે.
શિક્ષાપાઠ ૪. માનવદેહ – 'તમે સાંભળ્યું તે હશે કે વિદ્વાને માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે ત્યે હું કહું, - આ સંસાર બહુ દુઃખથી ભરેલું છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયજન કરે છે. મેક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મેક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એકે ગતિથી
૧. જુઓ, ભાવનાબેધ, પંચમચિત્ર-પ્રમાણશિક્ષા.
For Private And Personal Use Only