________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
ભાવનાબોધ દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે; એ જે કેવી બ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્તિનું કારણ છે, તેમજ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિદૃશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યું છે. એ મહા પ્રભાવિક, મહા યશેમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે તે ઉત્તમ સાધુ ત્રિલેકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે.
મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તને, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે; એ ઉપરથી નિવૃત્તિ બાધ અંતર્દશનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસાર પરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણ નિવૃત્તિને પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.
ઇતિ અંતર્દર્શને સંસારભાવનારૂપ પણ ચિત્રે મૃગાપુત્ર ચરિત્ર સમાપ્ત.
For Private And Personal Use Only