________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ભાવનાખેાધ
હું વિલાપ કરતા હતા. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યા હતા, જેનાં પાંદડાં તીવ્ર ખડગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે તે અસિપત્રવન હું પામ્યા હતા; ત્યાં આગળ પૂ કાળે મને અનંત વાર છેદ્યો હતા. સુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગઠ્ઠાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણુરૂપ અનંત દુઃખ પામ્યા હતા. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યા હતા. મારા ખડાખંડ કટકા કર્યા હતા. મને તીરછે છેવો હતા. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યેા હતેા.”
“ પરવશતાથી મૃગની પેઠે અન ંતવાર પાશમાં હું સપડાયેા હતા. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનત વેળા દુઃખ આપ્યું હતું. સિચાણારૂપે પંખીની પેઠે જાળમાં ખાંધી અનંત વાર મને હુણ્યા હતા. ફરશી ઈત્યાદિક શાસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેઠે કુટીને મારા સૂક્ષ્મ છેદ કર્યો હતા. મુગરાદિકના પ્રહારવતી લેાકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીએએ અન તી વાર ટીપ્યા હતા. તાંબુ, લેતું અને સીસું અગ્નિથી ગાળી તેનેા કળકળતા રસ મને અનંત વાર પાયા હતા. અતિ રૌદ્રતાથી તે પરમાધામીએ મને એમ કહેતા હતા કે, પૂ ભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના અડાખડ કટકા મેં અન્તી વાર ગન્યા હતા.
For Private And Personal Use Only