________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
દુર્લભ છે? યાચના કરવા છતાં ન પમાય એ અલાભ પરિષહ કે દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલેચન કેવું વિકટ છે? તે વિચાર કર, કર્મવેરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે! અધીરવંત આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.”
“પ્રિય પુત્ર! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર
ગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. યાવત્ જીવતાં સુધી એમાં વિસામે નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમને ભાર વહન કરે અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દેહલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તટે દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરે યૌવનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખડગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દૃષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લેઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે, કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણે પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ
For Private And Personal Use Only