________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ભાવનાબેધ પડે છે, અથવા સર્વ જગત્ ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, યાવત્ જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે; સંયતિને સદેવકાળ અપ્રમાદપણુથી મૃષા વચનનું વજવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે; સંયતિને દાંત શેધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિર્વઘ અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે, કામગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચેાથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે, ધન ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વજન સઘળા પ્રકારના આરંભને ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ અતિ વિકટ છે, રાત્રિભેજનનું વર્જન, વૃતા દિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે.”
હે પુત્ર! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુખપ્રદ વસ્તુ બીજી ક્યી છે? ક્ષુધાના પરિષહ સહન કરવા, તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણુ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મછરના પરિષહ સહન કરવાનું આક્રોશ પરિષહ સહન કરવા ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિકસ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા. નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ, કેવા વિકટ છે? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી
For Private And Personal Use Only