________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે; ભૂમિ, ક્ષેત્ર આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી; જેમ કેઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્ન જળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધા તૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મ જરાદિકની પીડા પામે; મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્ન જળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે; એમ ધર્મને આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અ૯૫ કમરહિત હોય; અશાતા વેદનીય રહિત હાય, હે ગુરુજને ! જેમ કેઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરને ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતે દેખીને જીણું વસ્ત્રરૂપ જરા મરણને છોડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપે એટલે હું) તારીશ.”
મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકારૂં થએલાં એના માતાપિતા બોલ્યાં, “હે પુત્ર ! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે; યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવું પડે છે, સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી
For Private And Personal Use Only