________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને લેમથી જેનું બંધારણ ટકયું છે; ત્વચાથી માત્ર જેની મને હરતા છે, તે કાયાને મોહ ખરે! વિભ્રમ જ છે! સનત કુમારે જેનું લેશ માત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર! તું શું મેહે છે? “એ મેહ મંગળદાયક નથી.”
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહત્તમ કહેવું પડશે. એનાથી સિદ્ધ ગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે.
આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામે. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહને અધીશ્વર એમ નથી. પણ એને મર્મ જુદે જ છે. જે એમ અવિવેક દાખવીએ તે પછી વાનરને મનુષ્ય ગણવામાં દેષ શે? એ બિચારાએ તે એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વને મર્મ આમ છે: વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષે નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદયવડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન
૧ કિ. આ પાઠા“એ કિંચિત સ્તુતિપાત્ર નથી. ૨ જુઓ, મેક્ષમાળા શિક્ષા પાઠ. ૪ માનવદેહ.
For Private And Personal Use Only