________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ભાવનામેાધ
થવું યથાચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
ભાવનાખેાધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત્ કુમારનું દૃષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.
અતર્દશન:-૫૪ ચિત્ર નિવૃત્તિબાધ (હરિગીત છંદ)
અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા !! અનંત દુ:ખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઊઘાડ ન્યાય તંત્ર નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારિ તે પ્રવૃત્તિ
ભાળ તું.. વિશેષાઃ—જેમાં એકાંત અને અન`ત સુખના તરંગ ઉછળે છે તેવાં શીલ જ્ઞાનને માત્ર નામના દુ:ખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારા પરિપૂણું પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહા ચેતન! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામ ભાગની પ્રવૃત્તિને ખાળી દે !
એવી પવિત્ર મહાનિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ ભૃગાપુત્રનું મનન કરવા ચેાગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુઃખ માન્યું છે ? તાદૃશ્ય તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે.
For Private And Personal Use Only