________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ વંદન કરીને મધુર વચને પછી તે રાજષશ્વરની સ્તુતિ કરવા લાઃ “હે મહાયશસ્વિ! મેટું આશ્ચર્ય છે કે તે કોધને જી. આશ્ચર્ય, તેં અહંકારને પરાજય કર્યો. આશ્ચર્ય, તેં માયાને ટાળી. આશ્ચર્ય તે લેભ વશ કીધે. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું, અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શકેદ્ર આકાશ વાટે ગયે.
પ્રમાણુશિક્ષા–વિપ્રરૂપે નમિરાજને વૈરાગ્ય તાવવામાં ઇદ્ર શું ન્યૂનતા કરી છે? કંઈએ નથી કરી. સંસારની જે જે લતાએ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દશિત કર્યું છે, “હે પ્રિય ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલે જનાર છું, અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા રહસ્યમાં નમિરાજ પિતાના ઉત્તરને અને વૈરાગ્યને દઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભયું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓને પરસ્પર સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓને
For Private And Personal Use Only