________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
૨૭
ત્યાગ કરવાના ઉપદેશાથે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નિમિરાજને એકત્વસંબંધ આપીએ છીએ.
એ, વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મને હારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમેહનીયને ઉદય ન છતાં એ સંસારલબ્ધ રૂપ દેખાતા હતા. કેઈ કાળે એના શરીરમાં દાહજવર નામના રેગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજવલિત થઈ જતું હોય તેવી બળતરા ચાપત થઈ ગઈ રોમે રોમે સહસ્ત્ર વીંછીની ડંશ વેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું, પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ એ છે ન થતાં અધિક થતો ગયે. ઔષધ માત્ર દાહવરનાં હિતૈષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહવરથી કિંચિત્ પણ દ્વેષ હોય ! નિપુણ વૈદે કાયર થયા અને રાજેશ્વર પણ એ મહા વ્યાધિથી કંટાળે પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળે; તેણે મલયાગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણને સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડયો. મિથિલેશના અંગમાં એક દાહવરની અસહ્ય વેદના તે હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ ખળભળાટ ખમી શક્યા નહીં એટલે તેણે રાણુઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન
For Private And Personal Use Only