________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબધા
૨૫ સોના રૂપાના અસંખ્યાતા પર્વત હોય તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઈત્યાદિ સકળ લોક ભરાય એટલું લેભી મનુષ્યની તૃષ્ણ ટાળવા સમર્થ નથી. લેભની એવા કનિષ્ઠતા છે. માટે સંતેષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષે આચરે છે.
વિપ્રઃ—(હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય! મને અદ્ભુત આશ્ચર્ય ઉપજે છે કે, તું છતા ભેગને છોડે છે. પછી અછતા કામભેગને વિષે સંક૯પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિ–સંબંધીની ઉપાધિ મૂક.
નમિરાજ –(હેતુ કારણ પ્રે) કામગ છે તે શલ્ય સરખા છે, કામગ છે તે વિષ સરખા છે, કામગ છે તે સર્ષની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિ અર્ધગતિને વિષે જાય છે, તેમ જ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાએ કરીને સદ્ગતિને વિનાશ હાય છે; લોભ થકી આ લેક પરલોકને ભય હોય છે, માટે હે વિપ્ર! એને તું મને બંધ ન કર. મારું હૃદય કઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ? જાણી જોઈને દીપક લઈને કુવે કિ પડે? જાણી જોઈને વિભ્રમમાં કાણું પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી.
મહર્ષિ નિમિરાજની સુદ્રઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પાપે, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું.
For Private And Personal Use Only