________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ભાવનાબેધ શું પ્રયોજન છે? જ્ઞાનરૂપ આત્મા વડે ફોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઈંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દેહ્યલાં છે. જેણે મનેયેગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું.
વિપ્રઃ—(હેતુ કારણ પ્રે) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણદિકને ભેજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભંગ ભેગરી હે ક્ષત્રિય ! તું ત્યાર પછી જજે.
નમિરાજ –(હેતુ કારણ પ્રે) મહીને મહીને જે દશ લાખ ગાયનાં દાન દે તો પણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરી સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે.
વિપ્ર–નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે, તેથી તે પ્રત્રજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રયામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમાં રહી પૌષધાદિકવ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું.
નમિરાજ –(હેતુ કારણ પ્રે.) હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યકૂશ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સેળ કળા જેવી કેમ ગણાય?
વિપ્ર –અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે.
નમિરાજ –(હેતુ કારણ પ્રેo) મેરુ પર્વત જેવા કદાચિત્
For Private And Personal Use Only