________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ ૨. અશરણુભાવના –સંસારમાં મરણ સમયે જીવને શષ્ણુ. રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના. . . સંસારભાવના –આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારે નથી; હું મેક્ષમચી છું એમ ચિતવવું તે ત્રીજી સંસારભાવના.
૪. એકત્વભાવના –આ મારો આત્મા એકલે છે, તે એકલે આવ્યા છે, એકલો જશે, પિતાનાં કરેલાં કર્મ એકલે ભગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે એથી એકત્વભાવના.
પ. અન્યત્યભાવના –આ સંસારમાં કોઈ કેઈનું નથી એમ ચિતવવું તે પાંચમી અન્યત્વભાવના.
૬. અશુચિભાવના –આ શરીર અપવિત્ર છે, મળ મૂત્રની ખાણ છે, ગ જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું જ્યારે છું એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના.
૭. આસવભાવના –રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આસવ છે એમ ચિંતવવું તે સાતમી આસવભાવના.
૮. સસ્વરભાવના –જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહિ તે આઠમી સન્વરભાવના.
૯. નિર્જરાભાવના –જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમાં ચિંતવવું તે નવમી નિજાભાવના.
For Private And Personal Use Only