________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
૧૦. લેકવરૂપભાવના–ચૌદસ જ લેકનું સ્વરૂપ વિચારવું તે દશમી લેકસ્વરૂપભાવના.
૧૧. બોધદુલભભાવના –સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યજ્ઞાન પામ્યો તે ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે એમ ચિતવવું તે અગીઆરમી બેધદુર્લભભાવના.
૧૨. ધર્મ દુર્લભભાવના –ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના.
એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દશનાંતર્ગત વર્ણવીશું, કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી.
પ્રથમ ચિત્ર અનિત્યભાવના
( ઉપજાતિ ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરીયાપ અનંગ રંગ,
શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ !
For Private And Personal Use Only