________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાખેાધ
સારાંશે મુક્તિ એટલે સાંસારના શેાકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદશનાર્દિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમસુખ અને પરમાનને અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંખનાનેા અભાવ છે, શાકના ને દુઃખના ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરશું.
આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈ એ કે, તે અનંત શાક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરના ડાઘ જતે નથી; પણ જળથી તેને અભાવ છે; તેમ શ્રૃંગારથી વા શ્રુંગારમિશ્રિત ધમથી સંસારની નિવૃત્તિ નથી; એજ માટે વૈરાગ્યજળનુ આવશ્યકપણું નિઃસશય ઠરે છે; અને એજ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનુ કારણ છે. એ વીતરાગ સજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હું માનવી ! આત્માને ઉજ્જવળ કર.
પ્રથમ દર્શન
વૈરાગ્યમેાધિની કેટલીક ભાવનાએ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયેાની સુદ્રઢતા થવા માટે ખાર ભાવના તત્ત્વજ્ઞાનીઓ કહે છે.
૧. અનિત્યભાવનાઃ—શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનેા મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિતવવું તે પહેલી અનિત્યભાવના
For Private And Personal Use Only