________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
મોક્ષમાળા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથે પરમ સુખી છે.
સવે ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મોક્ષમાં તેઓ અનંત જીવનનાં અનંતસુખમાં સર્વ કર્મ વિરક્તતાથી વિરાજે છે.
આમ સન્દુરુએ કહેલે મત મને માન્ય છે. પહેલે તે મને ત્યાજ્ય છે. બીજો હમણાં માન્ય છે; અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને મારે બધ છે. ત્રીજે બહુ માન્ય છે. અને જે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
એમ પંડિતજી આપની અને મારી સુખસંબંધી વાતચીત થઈ. પ્રસંગોપાત્ત તે વાત ચર્ચતા જઈશું. તે પર વિચાર કરીશું. આ વિચારે આપને કહ્યાથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિભાવથી શયન કરી ગયા.
જે વિવેકીઓ આ સુખસંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલા અપારંભી નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અપારંભી
For Private And Personal Use Only