________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
મોક્ષમાળા
તે જાણે પુણ્યને ખાઈ જવાનું બાકી વળી પાપનું બંધન કરવું, લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઈચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છે, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તે ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે. આપની ઉપજીવિકાની સરળ રોજના જેમ કહે તેમ હું રુચિપૂર્વક કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને વસ્તુને ઉપદેશ કરે. મિથ્યારંભે પાધિની લેલુપતામાં હું ધારું છું કે ન પડે, પછી આપની જેવી ઈચ્છા.
પંડિત—આપે આપના અનુભવની બહુ મનન કક્વા જેવી આખ્યાયિકા કહી. આપ અવશ્ય કે મહાત્મા છે. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છે; વિવેકી છે; આપની શક્તિ અદ્ભુત છે, હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતો હતો તે એકતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહતા. આ અનુભવ, આવી વિચારશક્તિ હું ગમે તે વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે પેજના દર્શાવી તે માટે આપને બહુ ઉપકાર માનું છું. અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતે નથી. લક્ષ્મીને ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રુચ્યું છે. સંસાર બળતે જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વો
For Private And Personal Use Only