________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૮૧
દષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતરે પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાંસુધી રાગ દોષનો ભાવ છે, જો કે તે બહુ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ
જ્યાં સુધી તેમ થયું નથી ત્યાંસુધી હજુ કઈ ગણાતાં પ્રિયજનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુખ એ છેડે અંશે પણ ઉપાધિ આપી શકે. પિતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિથ બાહ્યાભ્યતર પરિગ્રહને ત્યાગ અભ્યારંભને ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતા નથી. હવે આપને તત્વની દષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી, અને એને સુખ ગણું તે
જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતા હતા. તોપણ મારે આરંભેપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તે નથી. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જે ધારતા છે કે દેવપાસનાથી લક્ષ્મી પ્રામ કરવી. તે તે જે પુણ્ય ન હોય તે કઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલ મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક
For Private And Personal Use Only